સિહોરમાં મુસ્લિમ સમાજ દ્વારા તમામ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજ મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર એવા ઈદે-મિલાદ પર્વની માલકાણી પરિવાર દ્વારા આસ્થાભેર ઉજવણી કરાઈ હતી.
સેવામાં હંમેશા તત્પર રહેતા એવા માલકાણી પરિવાર દ્વારા આજે ઈદે-મિલાદ પર્વની ઉજવણીના ભાગરૂપે દર વર્ષ માફક ગરીબોને દાન આપી અને પશુઓ માટે ચારાનું દાન આપી ઉજવણી કરી હતી આ સાથે તેમના પરિવાર દ્વારા સોનગઢ પાસે આવેલ માનવ સેવા આશ્રમમાં મગજના અસ્થિર લોકોને ભોજન કરાવી આ પર્વની ઉજવણીમાં સામેલ કર્યા હતા.