રાજસ્થાનના અલવરમાં ફરી મોબ લીચિંગ : ભીડે કથિત ગૌરક્ષકોને માર માર્યો

605

રાજસ્થાનના અલવરમાં ફરી મોબ લિન્ચિંગનો મામલો બહાર આવ્યો છે  અલવરના ગ્રામીણ વિસ્તારમાં ભીડે કથિત ગૌતસ્કરોને માર માર્યો છે. ભીડ દ્વારા માર મારવાની ઘટનામાં ઘાયલ થયેલા સગીર ખાન નામના શખ્સને અલવરની હોસ્પિટલમાં ખસેડાયો છે એવું કહેવાય છે કે કથિત  ગૌતસ્કરોની કારમાં છ ગાયો હતી. આ ગાયોને લઈને તેઓ જઈ રહ્યા હતા. જિલ્લાના કિશનગઢબાસના બઘેરી ખુર્દમાં ગૌ તસ્કરો ઝડપાયા હતા. પોલીસે ગાયોને ગૌશાળામાં મોકલવામાં આવી છે.

જ્યારે ભીડની ઝપેટમાં આવનારા ઈજાગ્રસ્તને કિશનગઢબાસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને અલવર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે.

Previous articleરાજ્યસભામાં આજે ત્રિપલ તલાક બિલ રજૂ : સરકારની કસૌટી થશે
Next articleસરકારી વકીલ મોદીના ઈશારે કામ કરે છે, એક પણ તપાસ એજન્સી પર વિશ્વાસ નથી : કોંગ્રેસ