લગ્ન બાદ પ્રિયંકા ચોપરા પોતાનું નવું વર્ષ પતિ નિક જોનાસ અને દિયર સાથે લંડનમાં ઉજવશે એવી ચર્ચાઓ થઇ રહી છે. હાલમાં તો પ્રિયંકા અને લગ્ન બાદ હવે નિક અને પ્રિયંકા ફૂરસતની પળો લંડનમાં માણી રહ્યાં છે.
૩૧મી ડિસેમ્બરે નિકના માતા-પિતા અને અન્ય પરિવારજનો પણ જોડાશે. હાલમાં તો નિક-પ્રિયંકા અને તેનો દિયર લંડનના રસ્તા પર એન્જોય કરી રહ્યાં હોય તેવી તસવીર પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તસવીર જોતા લાગી રહ્યું છે કે લગ્ન બાદ પ્રિયંકા અને નિક બંને ખૂબ જ ખુશ છે. આ જોડી પહેલી ડિસેમ્બરના દિવસે રાજસ્થાનના ઉમેદ ભવનમાં ખ્રિસ્તી અને પંજાબી રીતિરિવાજો સાથે લગ્નના બંધનમાં બંધાઇ હતી અને ચોથી ડિસેમ્બરે દિલ્હીમાં અને ૨૦મી ડિસેમ્બરે મુંબઇમાં લગ્નનું ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.