સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંધ, ચાંદખેડા દ્વારા તેજસ્વી વિધાર્થીઓનો સન્માન અને સ્નેહ મિલન સમારંભનું આયોજનઆજરોજ ચાંદખેડા ખાતે કરવામાં આવ્યું હતું. આ સમારંભને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
સમારંભમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમાજની સાથે રહેવું અને સમાજને સાથે રાખવો તે કામ ખૂબ જ કપરું છે. તેમજ છતાં સમાજના ઉત્થાન માટે છેલ્લા ૨૩ વર્ષથી આ સંસ્થા એક નેતૃત્વમાં કામ કરી રહી છે, તે વાત ધણી પ્રસંશનીય છે. આ સંસ્થા દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસ ચલાવવામાં આવે છે. ૧૩૧ જેટલા સમાજના વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા અપાવી છે. તેમજ ૧૬૦૦ થી વધુ મહિલાઓને સિવીણની તાલીમ આપી પગભર બનાવી મહિલા સશક્તિકરણનું ઉમદા કાર્ય કર્યું છે. સંસ્થા દ્વારા સમાજને સંગઠિત અને શિક્ષત બનાવવાની દિશામાં પણ ખૂબ ઉમદા કામગીરી કરે છે, તે બદલ સર્વે સંસ્થાના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંધના પ્રમુખ ભીખુભાઇ એમ. ભાલકીયાએ સંસ્થાના આરંભ કેવી રીતે થયો તેને શરૂ કરવા પાછળના ઉમદા આશયની વાત કરીને સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓથી ઉપસ્થિત સર્વે લોકોને માહિતગાર કર્યા હતા. આગામી ભવિષ્યમાં સંસ્થાનું ત્રણ માળનું ભવન બનાવવા માટે ઉપસ્થિત સર્વેને દાન આપવા અપીલ કરીને ભવન બન્યા પછી શું શું કાર્ય કરવામાં આવશે, તેની પણ જાણકારી આપી હતી.
આ પ્રસંગે મંત્રી ઇશ્વરભાઇ પરમારના અને મહાનુભાવોના હસ્તે સમાજના વિવિધ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ દેખાવ કરીને સમાજને ગૌરવ અપાવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા દાન આપનાર દાતાઓનું પણ સન્માન મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.