રાધનપુર પાસેથી નદીના કાંઠે કરાયેલું ગાંજાનું વાવેતર પકડાયું

1468
gandhi4122017-3.jpg

ગુજરાતના ખેતરોમાં થતા નશીલા પદાર્થનું વાવેતર અવારનવાર પકડાય છે, ત્યારે હવે પાટણ જિલ્લાના રાધનપુર પાસે આવેલી બનાસ નદીના કાંઠે થયેલું ગાંજાનુ મોટાપાયે વાવેતર પકડાયુ છે. લગભગ અડધો વીધા જમીનમાં ગાંજાનુ વાવેતર થયુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાધનપુર પાસેના ધારાવડી ગામમાં એક ખેતરમા ગાંજાનું વાવેતર કરવામા આવ્યું હતું. આ અંગે બાતમી મળતા રાધનપુર પોલીસ એએસપી સહિતના અધિકારીઓએ મળી હતી. જેથી તેમણે શનિવારે મોડી સાંજે ખેતરમાં રેડ પાડી હતી. જેમાં તેમને લગભગ અડધો વીધા જમીનમાં પકવાયેલો ગાંજો પકડાયો હતો. રાધનપુર તાલુકાના ધરવડી ગામે કાલા સરિયા નામનું ગાંજાનું આખું ખેતર મળી આવ્યું. પોલીસની કાર્યવાહી રવિવારે સવાર સુધી ચાલી હતી. જેમાં ખેતરમાં કુલ ૨૫ લાખનો ગાંજો પકવેલો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે ૧ વ્યક્તિની ધરપકડ કરી છે.
બનાસ નદીના પટમાં આ પહેલા પણ નશીલો પદાર્થ અફીણનું વાવેતર સામે આવ્યું હતું. આમ નદી કાંઠાના આ વિસ્તારમા નશીલા પદાર્થનુ વાવેતર ધીરેધીરે વધી રહ્યુ છે.

Previous articleચૂંટણી પ્રચારમાં સોશ્યલ મિડીયાનો ઉપયોગ
Next articleઘરના આંગણામાં રમતા બાળકને ટ્રેક્ટર ટક્કર મારીને નીકળી ગયું