અયોધ્યામાં માનસ ગણિકાને વ્યાસપીઠ પરથી સજળ નેત્રે ભાવપૂર્ણ વિરામ અપાયો

581

વિશ્વમાં ઉત્સુકતા જગાડનાર, સમસ્ત સમાજને અચંબિત કરનાર અને બંધિયારપરમ્પરાથી સંકુચિત થયેલ માનસિકતાને આન્ચકો આપનાર રામકથા “માનસ ગણિકા” ને વ્યાસપીઠ પરથી આજે મોરારીબાપુએ કરુણાભીંના નેત્રે વિરામ આપ્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે “ગણિકા કલ્યાણ નિધિ”માં સાડા છ કરોડ જેવી માતબર રકમ જમા થઈ ગઈ છે,ત્યારે બાપુ એ જણાવ્યું કે આ રકમ ની પાઈએ પાઈ ગણિકા બહેનો માટે જ ઉપયોગમાં લેવાશે. તેમના આરોગ્ય, સંતાનોના શિક્ષણ અને તેમના પુનર્વસન માટે જવાબદાર સંસ્થાઓ સાથે પરામર્શ કરી, ૨૭ જાન્યુઆરી સુધીમાં બધી જ વ્યવસ્થા ગોઠવાય જાય એવી કોશિશ રહેશે.

કેટલીક ગણિકા બહેનોએ તલગાજરડા આવવાની ઈચ્છા વ્યક્ત કરતા, બાપુ એ કહ્યું કે બાપ ના ઘરે દિકરી અવશ્ય આવી શકે છે. પોતે જ્યારે તલગાજરડા હશે ત્યારે એ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવશે. તેમણે કહ્યું કે નવદિવસીય આ વિરાટ પ્રેમયજ્ઞ પ્રસન્નતાપૂર્વક નિર્વિઘ્ને સંપન્ન  થાય છે એ મોરારીબાપુને કારણે નહીં પણ કેવળ પરમાત્માની કૃપાથી થાય છે. આદરણિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી, સમગ્ર સંત સમાજ, વિધવિધ ક્ષેત્રના અગ્રણીઓ, વિવિધ પંથના વડાઓ અને સમસ્ત સમાજને અપીલ કરતા બાપુએ કહ્યું કે ” સ્વીકાર અને સંવાદની આધારશીલા આ પ્રેમયજ્ઞ દ્વારા ઉભી થઈ છે. આવો, તેના ઉપર આપણે રામ મંદિરનું નિર્માણ કરીએ. રામ સમગ્ર વિશ્વના છે તેથી રામ મંદિર પણ વિશ્વ મંદિર છે. બાપુએ માર્મિક રીતે જણાવ્યું કે વધસ્તંભ પર ચઢતા પહેલાં કહેલું કે” હે પરમાત્મા! આ લોકોને માફ કરજે કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. આજે મારા શબ્દો નોંધજો. હું કહું છું કે” હે પરમાત્મા! આ લોકોને માફ કરજો કારણકે તેઓ જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે! “

Previous articleરામાયણ પોથીજીને બાપુએ ગણિકાના મસ્તક પર મૂકી
Next articleરાળગોનના ચિંતન બારૈયાની બ્રાહ્ય પરિક્ષામાં જિલ્લામાં પસંદગી