બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે દીપડો આવી ચડતા આસપાસના વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે
આ અંગે મળતી માહીતી મુજબ રાણપુરના જાળીલા ગામે ગોધાવટા જવાના રસ્તા ઉપર ડુંગરભાઈ સુતરીયાની વાડીમાં વીકેશભાઈ આંબુભાઈ ભીલ નામનો યુવાન સવારના નવ વાગ્યાની આસપાસ પોતાના પરિવાર ના સભ્યો સાથે કપાસ વીણતા હતા તે દરમ્યાન અચાનક દીપડો વિકેશભાઈ ભીલ ની સામે આવી જતા વિકેશભાઈ ઉપર દિપડા એ હુમલો કરી દીધો હતો વિકેશભાઈ ને ઈજા થતા તેમને તાત્કાલિક જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જાળીલા ગામે ડુંગરભાઈ ની વાડી એ દીપડો આવ્યા ના સમાચાર વાયુવેગે જાળીલા સહીત આસપાસ ના વિસ્તારોમાં ફેલાતા લોકો ડુંગરભાઈ ની વાડી એ ભેગા થયા હતા અને રાણપુર ફોરેસ્ટ ના અધિકારીઓને જાણ કરતા રાણપુર તાલુકા આર.એફ.ઓ.એમ એમ ભરવાડ પોતાની ટીમ સાથે ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ અગાઉ પણ રાણપુર તાલુકાના દેવળીયા,બરાનીયા જેવા ગામો માં પણ દીપડો આવી ચડ્યો હતો આજે ફરીવાર રાણપુર પંથક માં દીપડો આવી ચડતા ખેડુતો રાત્રીના સમયે ખેતરે એકલા જતા ખેડુતો માં ભય નો માહોલ સર્જાયો છે અને આસપાસ ના લોકોમાં દીપડો આવ્યા ને લઈને ફફડાટ ફેલાઈ ગયો છે
દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરેલ છે
દીપડો આવ્યાની જાણ થતા અમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તપાસ કરતા હાલ દીપડો ગોધાવટા,ચારણકી બાજુ ખાણ જેવો વિસ્તાર આવેલો છે તે બાજુ દીપડો ગયો હોવા ના સમાચાર છે અમે તાત્કાલિક દીપડા ને પકડવા માટે ચારણકી જવાના રસ્તે પાંજરૂ મુકવામાં આવ્યુ છે
-એમ.એમ.ભરવાડ, આર.એફ.ઓ.રાણપુર ફોરેસ્ટ