રાજુલા-જાફરાબાદના ભાજપના ગઢ શિયાળબેટમાં ગાબડુ પડી જવા પામ્યું છે. બાબરકોટ, લુણસાપુરના કોળી આગેવાનો ભાજપને રામ રામ કરી ૩૦ થી ૪૦ યુવાનો કોંગ્રેસમાં જ્યોતિબહેન બારૈયા સહિતના જોડાયા છે.
કોંગ્રેસ પક્ષે અંબરીશભાઈ ડેરના સમર્થનમાં એક પછી એક ભાજપના ગઢના કાંગરા ખેરતા કોંગ્રેસ આગેવાનો સ્વયંભુ કાર્યાલયે આવી જાફરાબાદના શિયાળબેટ ભાજપનો વર્ષો જુનો ગઢ કહેવાય તેના આગેવાન અને અમરેલી જિલ્લા યુવા પ્રમુખ જીવરાજભાઈ ગુજરીયાની આગેવાનીમાં મનુભાઈ શિયાળ સાથે જ્યોતિબહેન બારૈયા, ભાણાભાઈ શિયાળ, ભરતભાઈ સાંખટ, બાબરકોટના માજી સરપંચ દિલુભાઈ, લુણસાપુરના ખોડાભાઈ પરમાર સાથે ૩૦ થી ૪૦ કોંગ્રેસ આગેવાનો, યુવાનો, કોળી જ્ઞાતિના આગેવાનો ભાજપને રામ રામ કરી વિધિવત કાર્યાલય પ્રમુખ ચેતનભાઈ ભુવાના હસ્તે કોંગ્રેસના ખેસ પહેરાવી વિધિવત કોંગ્રેસમાં એન્ટ્રી અપાઈ છે. અંબરીશભાઈના સમર્થનમાં ગામડે ગામડા ખુંદવા રવાના થયા હતા.