તા. ૦૯ ડીસેમ્બરે ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા બેઠકો પર મતદાન યોજાનાર છે ત્યારે આજે તા. ૦૩ ડીસેમ્બરે સવારે ૯/૦૦ કલાકે ૫૯મા વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિકલાંગ ક્રાંતિ સંગઠન અને અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્રના સહયોગથી ભાવનગરના શહેરી વિસ્તારમાં મતદાન જાગ્રુતિ યાત્રા યોજાઈ હતી.
આ યાત્રામાં જોડાયેલા વિકલાંગ ભાઈઓ તથા બહેનોએ પોતાના વાહન પર ટાઉન હોલ ખાતેથી પ્રસ્થાન કરી હલુરીયા ચોક, ક્રેસન્ટ, મહિલા કોલેજ સર્કલ સરદારનગર સર્કલ સુધી ભ્રમણ કરી અને લોકોને મતદાન માટે જાગ્રુત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ યાત્રાના પ્રારંભમાં વિકલાંગોએ મતદાન કરવા માટેના શપથ લીધા હતા. આ યાત્રામાં સ્વીપના નોડલ ઓફીસર શ્રીધર વસાણી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોશી, સ્વીપ કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ તથા વિકલાંગ ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.