રાજુલા ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજીત સ્વચ્છતા અભિયાન રથનું દબદબાભેર સ્વાગત તેમજ સંઘવી હાઈસ્કુલ-ગર્લ્સ હાઈસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા શહેરના રાજમાર્ગો પર રેલી સાથે સ્વચ્છતાના શપથ ભાજપ મહામંત્રી, ચીફ ઓફિસર નસીત, ઉપપ્રમુખ-પ્રમુખ તેમજ શિક્ષક સ્ટાફ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહી હતી.
આજે રાજુલા ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજીત સ્વચ્છતા અભિયાન રથનું દબદબાભેર સ્વાગત જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણની અધ્યક્ષતામાં સંઘવી હાઈસ્કુલ તેમજ ગર્લ્સ હાઈસ્કુલના વિશાળ પટાંગણમાં બહોળી સંખ્યામાં ગામ આગેવાનો જેમાં ચીફ ઓફિસર ઉદયભાઈ નસીત દ્વારા સ્વચ્છતા અભિયાન માટે પુરા વર્ષ સુધીના ઘરથી શહેર સુધી અમો સ્વચ્છતા રાખીશુના શપથ લેવડાવ્યા. આ પ્રસંગે મહામંત્રી રવુભાઈ ખુમાણે પ્રાસંગિક પ્રવચનો આપી સૌને સ્વચ્છતા કરવી જ જોઈએ અને બીજાને પ્રેરણાદાયક બનવી જોઈએ. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બાલાભાઈ વાણીયા, ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, દિપભાઈ ધાખડા, ચેરમેન રાહુલભાઈ ધાખડા, ચાવડાગોર સહિત નગરપાલિકાના તમામ વોર્ડના સદસ્ય સફાઈ કામદારો સહિત બન્ને હાઈસ્કુલના શિક્ષકો કર્મચારીગણ સહિત શાનદાર રીતે અને જનતામાં અસરકારક સ્વચ્છતા રથનું સ્વચ્છતા અભિયાન યોજાયું છે.