માણસા શહેરની સૌથી જૂની, જાણીતી અને લબ્ધ પ્રતિષ્ઠિત ઠચરાજનગર સોસાયટીમાં મહિલાઓ સંચાલિત ભજન મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કૂતરાઓ માટે લાડુ બનાવવાનું સેવાકાર્ય ચાલી રહ્યું છે.
મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ઉત્તરાયણ પૂર્વે માણસા નગરના સોસાયટી વિસ્તારમાં સ્થિત અબોલ પશુઓ એવાં કૂતરાં માટે ચોખ્ખા ઘીના લાડુ તૈયાર કરી તેના વિતરણનું ધર્મકાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
દર વર્ષે અંદાજીત ૧૦૦ કિલોગ્રામ થી પણ વધુ સામગ્રી એકત્રિત કરી ત્રણ-ચાર તબક્કામાં લાડુ બનાવવામાં આવે છે.સોસાયટીની તમામ મહિલાઓ અને વયોવૃદ્ધ પ્રૌઢાઓ ભેગાં મળી સમૂહમાં આ ભગીરથ-ઉમદા સેવાયજ્ઞમાં સહભાગી બને છે.