અજય દેવગનન સાથે પ્રકાશ ઝા ફરીવખત ફિલ્મ બનાવશે

1086

છ વર્ષના લાંબા ગાળા બાદ અજય દેવગન અને પ્રકાશ ઝા ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહ્યા છે. જાણવા મળેલી માહિતી મુજબ અજય દેવગન અને પ્રકાશ ઝાના ચાહકો માટે સારા સમાચાર છે. ગંગાજલ, રાજનીતિ, અપહરણ, સત્યાગ્રહ જેવી ફિલ્મમાં આ બંનેની જોડી જાગી ચુકી છે. અભિનેતા અને નિર્દેશક તરીકે અજય અને પ્રકાશ ઝાની જોડી હિટ રહી છે. અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો બંને એક ફિલ્મની પટકથાને લઇને ચર્ચા કરી ચુક્યા છે. અજય દેવગનને પટકથા પસંદ પણ પડી ચુકી છે. પ્રકાશ ઝા હવે આ પટકથાને સ્ક્રીન પર ઉતારી દેવા માટેના કામમાં લાગી ગયા છે. ટુંક સમયમાં જ એક સ્ટોરી લાઇન ડેવલપ કરવામાં આવનાર છે. સ્કિપ્ટ અને સ્ટોરી લાઇન ફાઇનલ કરવામાં આવ્યા બાદ અજય દેવગન અને પ્રકાશ ઝા ફિલ્મના શુટિંગની શરૂઆત કરશે. એમ કહેવામાં આવે છે કે અજય દેવગન અને પ્રકાશ ઝાંની મિત્રતામાં એ વખતે તિરાડ પડી ગઇ હતી જ્યારે ફિલ્મ ગંગાજલ-૨માં અજય દેવગનની જગ્યાએ આ રોલ માટે પ્રિયંકા ચોપડાની પસંદગી કરી લેવામાં આવી હતી.

Previous articleસોનમ કપૂરે કર્યો એકરારઃ ટાઇગર શ્રોફને સ્ટોક કરવાની મજા પડે છે
Next articleઆમિર ખાને ચાહકોને કરી અપીલ રૂબરૂ રોશની જોવાનું ચૂકતા નહીં