પીજીવીસીએલ દ્વારા ર૪-૧ર-ર૦૧૮ થી ૩૧-૧ર-ર૦૧૮ દરમિયાન ઉર્જા સપ્તાહ ઉજવણી કરવાની હોય જેના અનુસંધાને અલગ-અલગ દિવસે ઉર્જા બચત અને વિજ સલામતીને લગતા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ. આ કાર્યક્રમોના અનુસંધાને પાલીતાણા વિભાગીય કચેરી દ્વારા તા.૩૧-૧ર-ર૦૧૮ના રોજ ઉર્જા બચત અને વિજ સલામતી માટે લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે એક મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ રેલીમાં વિભાગીય કચેરી તથા સ્થાનિક ત્રણ પેટા વિભાગીય કચેરીના દરેક કર્મચારીઓ તથા અધિકારીઓ સામેલ હતા તથા સંસ્કાર ભારતી વિદ્યાલય દ્વારા પણ ઉમંગભેર ભાગ લેવામાં આવેલ અને તેમના વિદ્યાર્થીઓ પણ આ રેલીમાં ભાગ લીધેલ.