ગત તા.ર૬-૧ર થી ર૮-૧ર બે દિવસ શાળાના વિદ્યાર્થીઓમાં પ્રાકૃતિક વાતાવરણની આહલાદક પળો માણવા અને જાણવા એક પ્રવાસનું આયોજન શાળા દ્વારા કરવામાં આવેલ. જેમાં પ્રકૃતિના દર્શન કરાવતું ગીર, તુલસીશ્યામ, સોમનાથ, જુનાગઢ, પરબ તથા વીરપુર સહિત નાના-મોટા વિવિધ સ્થળોએ વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવામાં આવેલ. આ પ્રવાસમાં શાળાના આચાર્ય તથા સમગ્ર સ્ટાફ જોડાયેલ અને વિવિધ સ્થળોનું માર્ગદર્શન પુરૂ પાડેલ.