વલભીપુરમાં છેલ્લા આઠેક વર્ષથી સરકારી વિનીયત કોલેજ શરૂ થઈ છે. જેનાથી વલભીપુર તથા આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓને લાભ મળી રહ્યો છે. પરંતુ કોલેજ શરૂ થઈ ત્યારથી ગંભીરસિંહજી હાઈસ્કુલની ખુલ્લી જગ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સરકાર દ્વારા કોલેજ માટે જમીન ફાળવી દીધી અને બિલ્ડીંગ માટે ૧ર કરોડ રૂા. ફાળવ્યા પરંતુ બિલ્ડીંગનું કામ થતું નથી. અગાઉ મંત્રી દ્વારા બિલ્ડીંગ માટે ખાતમુર્હુત પણ કર્યુ હતું. પરંતુ કામ શરૂ થતા વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજુઆત કરાયેલી બાદમાં આજે એનએસયુઆઈની આગેવાની હેઠળ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢીને કોલેજનું બીલ્ડીંગ તાત્કાલિક બનાવવાની માંગ કરવા સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.