સિહોર પોલીસે થર્ટી ફસ્ટની રાત્રે ૮પ૧ ચપટા પકડયા

1184

ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલ તથા ના.પો.અધિ. આર.ડી.જાડેજાએ ૩૧ ડિસેમ્બરના રાત્રીના પ્રોહીને લગતી પ્રવૃતીઓને નેસ્તનાબુદ કરવા સારૂ સુચના આપેલ હોય જે સુચના અનુસંઘાને  સિહોર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પો.ઈન્સ. પી.આર.સોલંકી તથા પોલીસ સ્ટાફના રાજેન્દ્રસિંહ ગોહિ, રાજેન્દ્રસિંહ મોરી, કુલદિપસિંહ ગોહિલ, ગૌત્તમભાઈ રામાનુજ, અશોકસિંહ ગોહિલ, રામદેવસિંહ જાડેજા તથા શક્તિસિંહ સરવૈયા પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતાં. દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા દેવગાણા ગામના પાદરમાં આવતા રાહુલભાઈ ધનજીભાઈ મકવાણા રહે. રબારીકા ગામ તા. સિહોરવાળા પાસેથી ભારતીય બનાવના ઈંગ્લીશ દારૂના ચપટા નંગ ૦ર કિ.રૂા. ર૦૦/- કબ્જે કરેલ તેઓની પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે સદરહું ચપટા તેઓને દેવગાણા ગામ તા. સિહોર રહેતા ભગીરથસિંહ ઉર્ફે ભોગીલાલ જીલુભા પરમારે આપ્યા હોવાનું જણાવતા મજકુરને સાથે રાખી તેઓને જે જગ્યાથી ભારતીય બનાવટનો દારૂ આપેલ તે જગ્યાએ રેઈડ કરતા અલગ-અલગ કંપનીના ભારતીય બનાવટના ચપટા નંગ ૮૪૯/- કિ.રૂા. ૮૪૭૦૦/- તથા પકડાયેલ આરોપી પાસેથી ચપટા નંગ ૦ર મળી કુલ રૂપિયા ૮૪૯૦૦/- નો મુદ્દામાલ મળી આવતા મજકુર વિરૂધ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો દાખલ કરેલ છે. તેમજ ૩૧ ડિસેમ્બર રાત્રી દરમ્યાન સિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ૧૧ તેમજ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ૧ મળી કુલ ૧ર ગુન્હા નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Previous articleભાવનગર જિલ્લાનું ગૌરવ વધારતા યોગેશભાઈ જોષી
Next articleસારંગપુરની BAPS યજ્ઞપુરૂષ ગૌશાળાનો ઘોડો ભારતમાં પ્રથમ