ચિત્રા-ફુલસર વોર્ડમાં ૧ કરોડથી વધુના ખર્ચે બે ગાર્ડનો ડેવલોપમેન્ટ થશે

1080

ભાવનગર શહેરમાં ભારે ઠંડીનાં કારણે ઠંડીની અસરથી મહાનગર સેવા સદનના બાવન નગરસેવકો સાંજના સમયે સેવા સદને આવવાનું ટાળે છે. એવા પણ કારણો અપાય છે કે, પદાધિકારીઓ ગાંધીનગરનાં કામે રોકાયેલા હોય કેટલાંક પદાધિકારીઓ આવા કારણોસર સેવા સદને ફરકતા નથી.

સેવા સદનમાં આજે બાવન નગર સેવકોમાંથી પદાધિકારીઓની હાજરી જોવા મળી નથી, ભાજપ ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન કિશોર ગુરૂમુખાણી અને નગરસેવિકા શિતલબેન પરમાર તથા કોંગ્રેસમાંથી રહિમ કુરેશી, હિમત મેણીયા અને જયાબેન ચાવડા સેવા સદનમાં જોવા મળ્યા હતા. કેટલાંક લોકો કાર્યક્રમો અંગેના આમંત્રણ કાર્ડો સેવકોને દેવા આવ્યા હતા પરંતુ પાંખી હાજરીને કારણે લોકો પરત ગયા હતા.

ભાવનગર મહાનગર પાલિકા કાળીયાબીડ કંસારામાં જેસીબી દ્વારા સફાઈ કામ કરવાની શરૂઆત થતા કંસારાના કચરા ગારામાં જેસીબી ફસાઈ જતા જેસીબી મશીનને ભારે મહેનતે બહાર કાઢવામાં આવ્યું હતુ. આ વાત ડ્રેનેજ વિભાગમાં ચર્ચાય રહી હતી.

મહાનગર સેવા સદનમાંથી જાણવા મળ્યું કે, હાલની સ્થિતીએ દબાણ હટાવવાની કામગીરી બંધ રહેશે કારણમાં એવી બાબત કેવાય કે થોડા દિવસોમાં ગરીબ કલ્યાણ મેળો થવાનો છે એટલે તા.પ જાન્યુઆરી સુધી દબાણો હટાવવાની કામગીરી બંધ રહેશે.

શહેર ભાજપના એક આગેવાન કાર્યકરે એવી વાત જણાવી કે, હાલમાં શહેર ભાજપ દ્વારા બુથ વિગેરે માટે ખાટલા બેઠકો શરૂ થઈ છે. એટલે સેવા સદનના નગરસેવકો હવે ખાટલા બેઠકોમાં વ્યસ્ત રહેશે પરિણામે સેવા સદનમાં આવે નો આવે તેવું બનશે.

ચિત્રા ફુલસર વોર્ડના નગરસેવક કાંતિભાઈ ગોહિલની રજુઆત મુજબ હવે ચિત્રા-ફુલસર વોર્ડમાં પ્લોટ નં-૧૧ અને પ્લોટ નં-૩૪માં રૂપિયા એક કરોડ ૮પ લાખ ઉપરાંતનાં ખર્ચે ગાર્ડન ડેવલોપમેન્ટ કરવાના કામોનું આયોજન કરાયું છે. આ કામો અમૃત યોજનાની ગ્રાન્ટમાંથી થશે. આમ કાંતિભાઈની સેવા સદન પાસેની રજુઆત પછી હવે ચિત્રા-ફુલસર વોર્ડના લોકોને ગાર્ડનની સુવિધા પ્રાપ્ત થશે.

Previous articleહરિપ્રસાદ સ્વામીજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ભાવનગરમાં રવિવારે આત્મિય યુવા મહોત્સવ
Next articleધોળામાં વેપારીનો સામાન ભરેલો ટ્રક સળગાવી દેતા રોષ : દુકાનો સજ્જડ બંધ