કોંગ્રેસે અલ્પેશને આંધળી ટીકિટો આપી પોતાના પગ પર કુહાડો માર્યો
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં ભળવાનું નકકી કરી ભાજપને મોટો ફટકો જરૂર માર્યો છે. પરંતુ છેલ્લી ઘડીએ પોતાની ગમે તેવા ઉમેદવારોને ટીકીટ અપાવવામાં તે સફળ થયો છે અને તેણે પોતાના ઉમેદવારો પાસેથી મોટું ભંડોળ મેળવ્યું હોવાની પણ ચર્ચાએ જોર પકડયું છે. પરંતુ તેને બાજુ પર રાખીએ તો અનેક જગ્યાએ કોંગ્રેસના જીતે તેવા ઉમેદવારો હોવા છતાં પક્ષે વફાદાર અને સંનિષ્ઠ લોકોને કાપીને અલ્પેશની જીદ સંતોષી કોંગ્રેસે મોટો જુગાર રમ્યો છે અને પોતાના માણસો-પક્ષને વફાદાર જીતે તેવા અનેક લોકોને જે ખરેખર લાયક હોવા છતાં નિરાશ કર્યા છે.
તેવી બેઠકોમાં ગાંધીનગરના ઠાકોર સેનાના ગોવિંદજી ઠાકોરને સીધા ઉપાડી ઉમેદવાર બનાવી દેવામાં આવ્યા છે જેનો વિકાસ અને મત વિસ્તાર વિશે પૂછતાં માથું ખંજવાળે છે તેની સામે જુના અને કોંગ્રેસના કદાવર નેતા હિંમાશુંભાઈને કાપીને કોંગ્રેસે મોટામાં મોટી ભુલ કરી છે. જોકે ભાજપે પોતાના ઉમેદવારને રીપીટ કરીને તેવી જ ભૂલ કરી છે. પરંતુ ચોકકસ જીતની બેઠક એક અલ્પેશ ઠાકોરની રેલીમાં આર્થિક મદદ કરનાર ગોવિંદજીને આપવી તે નરી મુર્ખામી છે જે તેવું બેચરાજી અને ખેરાલુ જેવી અનેક બેઠકો પર પણ થવા પામ્યુ છે. આમ કોંગ્રેસે ખેલેલો મોટો જુગાર તેને ફરી એકવાર વેંત છેટુ રાખવામાં કારણભુત ન બને તે જોવુ રહ્યું….
ગુનેગારો રાજકીય પક્ષોની જરૂરિયાત પ્રજાએ ચુંટી કુહાડો ન મારવો જોઈએ
રાજકારણમાં હવે ખૂબ પૈસાનું પ્રલોભન અને તંત્ર સાથે સધી દાદાગીરીથી ઓર્ડર જેથી પોતાના તમામ ખરાખોટા ધંધા ચાલવા માટે પણ સૌથી આકર્ષણની જગ્યા બની રહી છે. રાજકીય પક્ષો બેધડક આવા ગુનેગારોને ટીકીટ પણ આપે છે.
રાજકારણમાં ગુનેગારો બધા પક્ષની મજબૂરી એટલા માટે બની ગઈ છે કે પૈસા સાથે પાવર અને વોટ અંગેનુ મેનેજમેન્ટ પણ આવા લોકોના હાથમાં હોવાથી પોતાની બેઠક જાળવી રાખવા રાજકીય પક્ષો પણ સિધ્ધાંત બાજુ પર મુકીને પણ આવા ગુનેગારોને ટીકીટ આપી દેતાં હોય છે. મોટેભાગે સામેથી આપવા બોલાવે છે અને મોટે ભાગે તો દબંગ અને જીતે તેવા ઉમેદવારો માટે રીતસરની સ્પર્ધા અને હોડ લાગી છે.
એટલે લોકશાહી માટે ખતરાની ઘંટડી સમાન કોંગ્રેસે આવા ૩૧ જેટલા ઉમેદવારો તો સામે ભાજપે પણ ર૦ થી વધુ આવા ઉમેદવારોને ટીકીટ આપી છે. આ ઉપરાંત અન્ય પક્ષોમાં અને અપક્ષોમાં પણ આવા ઘણા બધા ઉમેદવારો મેદાનમાં છે. આવા લોકોનો સામનો સામાન્ય લોકો ફકત મતપેટી દ્વારા કરી શકે છે અને કંઈપણ થાય આવા ગુનેગારોને વોટ નહીં આપીને પ્રજાએ પોતાની લોકશાહી પ્રત્યેની જાગૃતતા અને સાથે સાથે પરીપકવતા પણ બતાવવી રહી લોકશાહીને તેમના હાથમાં સોંપવું એટલે પોતાનુ ભવિષ્ય તેમને સોંપવું અને તેઓ સ્વભાવગત જ ગુનાખોરી માનસવાળા લોકો હોવાથી તે પ્રમાણે રાજય ખરેખર રાજય નહીં પણ અણધડ વ્યવસ્થા ઉભી કરી સામાન્ય લોકોનું જીવન પણ મુશ્કેલ બની જાય છે. બાકી ર૦ થી વધુ ટકાવારીમાં આવા ઉમેદવારો મંત્રીમંડળમાં પણ તેનાથી વધુ ભાગીદારી માંગવાના છે. તેમને મંત્રી બનાવવા જ પડતા હોય છે જેથી કરીને તેમનું રાજય આવી જવાનું પ્રજાએ વિચાર કરવો જરૂરી છે…
પ્રજાને જવાબ તેના વિશે વાત કરવાના બદલે અન્ય પર બોલી ચૂંટણી લડતા રાજકીય પક્ષો
લોકશાહીમાં રાજકારણ અને રાકીય પક્ષોએ પોતાની વાત પ્રજાને કરવાની હોય છે અને પોતે પ્રજા માટે શું કરશે તે પ્રજાને જણાવીને વોટ માંગવાના હોય છે પરંતુ અહીં ગુજરાતની ચૂંટણીઓમાં તો પોતાની વાત હિસાબ કે પ્રજાને લક્ષ્યમાં રાખ્યા વગર જ અન્ય પક્ષની ખામીઓ કાઢી, અન્ય પક્ષોની અન્ય જગ્યાએ હાર-જીત થઈ માટે ગુજરાતમાં પણ નહીં જ આવે તેવા અનુમાનો પ્રજા પર થોપીને વોટ માંગી રહ્યા છે. મૂળ વાત કોઈ પણ પક્ષ કરતા જ નથી. કોઈનો ધર્મ, તેઓને હલકા બતાવી પોતે વધુ સારા છે તેવું બતાવવા પ્રયત્ન કરી રહ્યા છે.
સત્તાધારી પક્ષે તો પોતાના હિસાબો પણ આપવાના હોય છે છતાં તેઓ ૬૦ વર્ષથી રાજય કરેલી કોંગ્રેસનો હિસાબ ખરાબ હતો તેની ચર્ચા કરી પોતાને વધુ સારા બનાવતી ભાજપ પોતાના રર વર્ષની વાત કરે તો પણ સારૂ. રર વર્ષે નાનો સમયગાળો હોતો નથી કે તે પોતાના હિસાબો આપી શકે. બોલકા હોવાનો લાભ ઉઠાવી ભાજપ લોકશાહી પધ્ધતિને બદલે અન્ય દિશામાં પ્રજાને વાળી ચૂંટણી જીતવા માંગે છે. સામે કોંગ્રેસ ભાજપની ખામીઓ જણાવી પોતે શું કરવા માંગે છે તે જણાવવું જોઈએ. લોકશાહીના પાયામાં જે લોકો છે તે તો રહ્યા જ નથી.
રાજયમાં બદલાવ સીસ્ટમ બદલવાથી આવે ચહેરા બદલવાથી પ્રજાને ઉકેલ નથી
લોકશાહલમાં પક્ષો બદલાય એક આવે છે અને બીજો જાય છે. પરંતુ પ્રજાને તેમાં ત્યારે ફરક પડે કે જેમાં સીસ્ટમ બદલાવી જરુરી છે. ફકત ચહેરા બદલાવવાથી તેનો ઉકેલ આવવાનો નથી.
વર્ષોથી રાજકીય પક્ષો આવે છે, જાય છે પરંતુ પ્રજાના કેટલાય પાયાના પ્રશ્નો ઉકેલાતા નથી. કારણ કે સીસ્ટમ તેની તે જ રાખવામાં આવે છે. ઉલટાનું મોદી જેવાએ તો લોકપાલનો કાયદો પણ એટલો બદલી નાંખ્યો છે કે રાજકીય પક્ષો સુધી અને ખાસ મુખ્યમંત્રી સુધી તેના હાથ પણ ન પહોંચે તેથી તેમના ખરા ખોટાનો કોઈ જવાબ આપી શકે. દિલ્હીમાં આપે થોડોક પ્રયત્ન કર્યો છે જેમાં પરંપરાગત સીસ્ટમ બદલી નવી જ રીતો દાખલ કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ સામે પક્ષે તેમને દુશ્મનની જેમ શકય તેટલી અગવડો પડે તેમ ટ્રીટ કરવામાં આવે છે. અન્નાએ ફરી માર્ચથી આંદોલનની જાહેરાત કરી છે. હવે તે આંદોલન પૂર્ણ થાય તો સારું.