ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, કરાઇ ખાતે તાલીમ મેળવી રહેલા તાલીમી ઁજીૈં દેવેન્દ્રસિંહ રાઠોડના અપમૃત્યુ અંગે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. આ અપમૃત્યુની ઘટનાની ઉંડાણ પૂર્વકની હકિકતલક્ષી સંપૂર્ણ ન્યાયિક તપાસ માટે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. સાથે સાથે ઘટનાની જાણ થતા તુર્તજ રાજ્ય સરકારે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાનૂની રાહે તપાસની કાર્યવાહી શરૂ કરી છે. અને ઘટનાના દુષ્પ્રેરણ માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર હશે તો તેની સામે કડક હાથે કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.
ગૃહ મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ ઘટનાને અત્યંત દુઃખ દાયક ગણી દુખની લાગણી વ્યક્ત કરી છે. સંવેદન શીલ મુખ્યમંત્રીએ ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને રાખીને ઘટનાની ઉંડાણપૂર્વક, હકિકતલક્ષી અને સર્વગ્રાહી તપાસ થાય તે મુજબ તપાસનો દોર યુધ્ધના ધોરણે હાથ ધરવા સૂચનાઓ આપી છે.
ઉપરાંત સુસાઇડ નોટમાં જે કડીઓ મળી છે તે તમામ કડીઓની પણ સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે. હાલ આ તપાસની પ્રક્રિયા અગ્રિમતાના ધોરણે કરાઇ રહી છે. અમદાવાદ પોલીસ કમિશ્નર તપાસ સંદર્ભે સતત મોનીટરીંગ કરી રહ્યા છે.
રાઠોડે ૩૧મી ડીસેમ્બરના રોજ આપઘાત કર્યો હતો અને પોલીસને બનાવની જાણ થતાની સાથે જ ઝ્રઇઁઝ્ર – ૧૭૪ મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધીને કાનૂની રાહે તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરના ડ્ઢઝ્રઁ ઝોન-૧ અને છઝ્રઁ ‘એ’ -ડીવીઝનની અંગત નીગરાની હેઠળ સોલા ઁૈં દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. સત્ય હકિકત સામે આવતા અને પ્રાથમિક તારણો મળતાની સાથે જ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપથી આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
બનાવ સંદર્ભે જે સુસાઇડ નોટ મળી છે, તેમાં કરાઇ ખાતેની ગુજરાત પોલીસ એકેડમીમાં કાર્યરત ડ્ઢઅ.જી.ઁ.ના કથિત ત્રાસ બાબતે તાલીમી ઁજીૈં એ આક્ષેપો કર્યા છે. તે સંદર્ભે ભોગ બનનાર અને આક્ષેપિત બન્ને પોલીસ અધિકારી હોવાથી સત્ય હકિકતોને જાણીને તેનો નિષ્કર્ષ કાઢી અગ્રિમતાના ધોરણે આગળની યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આક્ષેપોને સમર્થન આપતા પુરાવા મળશે તો તે દિશામાં પણ આગળની કાર્યવાહી સત્વરે હાથ ધરાશે.