શાહિદ આફ્રિદીએ પાક. ટીમમાં વાપસીનો માર્ગ રોક્યો : બટ

858

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટે દાવો કર્યો કે, ૨૦૧૦ સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં પાંચ વર્ષના પ્રતિબંધની સજા પૂર્ણ કરી છતાં શાહિદ અફરીદીએ ૨૦૧૬ વિશ્વ ટી૨૦ માટે રાષ્ટ્રીય ટીમમાં તેની વાપસીનો માર્ગ રોક્યો હતો. બટે કહ્યું કે, ૨૦૧૫મા પ્રતિબંધ પૂરો કર્યા બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં જોડાઈને તે ભારતમાં યોજાયેલી વિશ્વ ટી૨૦ ચેમ્પિયનશિપમાં ટીમમાં જગ્યા બનાવવાની નજીક હતો, પરંતુ અફરીદીએ તેની પસંદગીનો વિરોધ કર્યો હતો. બટે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, મુખ્ય કોચ વકાર યૂનિસ અને બેટિંગ કોચ ગ્રાન્ડ ફ્લાવરે મને એનસીએ બોલાવ્યો અને મારી ફિટનેસ જોવા માટે મને નેટમાં લઈ ગયા. તેણે કહ્યું, વકાર ભાઈએ મને પૂછ્યું કે, શું બું પાકિસ્તાન માટે બીજીવાર રમવાને લઈને માનસિક રીતે તૈયાર છું અને મેં કહ્યું હા.  ૩૪ વર્ષના બટે કહ્યું કે, પાકિસ્તાન ટીમમાં તેની વાપસીનો માર્ગ મોકળો બની રહ્યો હતો, પરંતુ તત્કાલીન કેપ્ટન અફરીદીએ તેની વાપસીનો માર્ગ બંધ કરી દીધો હતો. બટે કહ્યું, મને નથી ખ્યાલ કે તેણે આમ કેમ કર્યું, પરંતુ મેં આ વિશે તેની સાથે વાત કરી નથી. મને ન લાગ્યું કે, આ યોગ્ય હશે, પરંતુ મને તે ખ્યાલ છે કે વકાર અને ફ્લાવરે મને કહ્યું કે, બું વિશ્વ કપ રમી રહ્યો છું અને ત્યારબાદ અફરીદીએ રસ્તો રોકી દીધો. વિશ્વ ટી૨૦મા પાકિસ્તાનનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું, ત્યારબાદ અફરીદી અને વકારે રાજીનામું આપવા માટે મજબૂર થવું પડ્યું હતું. ટેસ્ટ ઓપનિંગ બેટ્‌સમેન બટે કહ્યું, તેને નથી લાગતું કે કોઈપણ ખેલાડીનેને પ્રતિબંધમાંથી પરત ફરી રહેલા કોઈ અન્ય ખેલાડીના ભવિષ્ય વિશે નિર્ણય કરવાની સ્વીકૃતી મળવી જોઈએ.

Previous article‘ધ એક્સિડેન્ટલ પીએમ’નું ટ્રેલર યૂટ્યૂબ પરથી ગાયબ થતા અનુમપ ખેર ભડક્યા
Next articleઓસ્ટ્રેલિયામાં ૧૧ ખેલાડીઓ નહીં, ૪૦ હજાર લોકો સામે રમવાનું હોય છેઃ કોહલી