ભાલ નળ કાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ઉત્પાદીત ખાદી વસ્ત્રોનું પ્રદર્શન શરૂ

696

મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત અમદાવાદ સ્થિત ઐતિહાસિક ગુજરાત વિદ્યાપીઠ ખાતે રાણપુર સ્થિત ક્રાંતિકારી જૈન મુનિ સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ઊની ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ઉત્પાદિત ૧૦૦ ટકા મેરિનો ઊનમાંથી તૈયાર થયેલ ઊની વસ્ત્રો લેડીઝ-જેન્ટ્‌સ શાલ,જેન્ટ્‌સ જેકેટ,બંડી,બ્લેઝર,લેડીઝ કોટ,મફલર,ટોપી,હાથ-પગના મોજા વગેરે નુ પ્રદર્શન તેમજ વેચાણ ખુલ્લુ મુકાયુ.૧૫૦મી ગાંધી જયંતી ઊજવણી વર્ષ નિમિત્તે ગુજરાત સરકારનાં વિશેષ વળતરનો લાભ જાહેર જનતાને મળશે

ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો.અનામિકભાઈ શાહ અને કુલસચિવ ડો.રાજેન્દ્રભાઈ ખિમાણી, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતી સંસ્થાનના સ્થાપક પિનાકીભાઈ મેઘાણી,૨૮ વર્ષથી ખાદી ક્ષેત્રમાં કાર્યરત ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના સેવાભાવી ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભી,સેક્રેટરી હરદેવસિંહ રાણા,જૈન સમાજના અગ્રણી જતીનભાઈ ધીયા સહીત અનેક આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.છ દાયકાથી કાર્યરત ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ દ્વારા આર્થિક અને સામાજિક રીતે વંચિત અને ગ્રામીણ વિસ્તારમાં વસતી બહેનોને ઊની ખાદીનાં હાથ-વણાટનાં વિવિધ કાર્યો દ્વારા સ્વરોજગાર આપવામાં આવે છે જે ખાસ ઉલ્લેખનીય છે.

Previous articleઅમરેલી જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ
Next articleબારોટ સમાજ દ્વારા કુરીવાજો અને વ્યસનોને તિલાંજલી આપવા ઠરાવ