વિદ્યાર્થી જીવનમાં અક્ષરનું ખુબ જ મહત્વ હોય છે. વિદ્યાર્થીના અક્ષરો સ્પષ્ટ, સુંદર અને સુધડ બને તે હેતુથી સેંટ ઝેવિયર્સ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે શાળાના આચાર્ય ફાધર જોબીના માર્ગદર્શન નીચે એક માસ માટે અક્ષર સુધારણા કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેનાથી વિદ્યાર્થીઓ પોતાના આગવી ઓળખ ઉભી કરી શકાશે. શાળાના પી.આર.ઓ. નરેન્દ્રભાઈ પનારા વર્ગનું સંચાલન કરશે. વર્ગો જયેશભાઈ સોની દ્વારા લેવાશે.