અરવલ્લીનાં મેઘરજમાં શાળાની બેદરકારીની કિસ્સો સામે આવ્યો છે. ગામની છિકારી પ્રાથમિક શાળા નંબર-૨માં ધોરણ ૬નો વિદ્યાર્થી આખી રાત શાળાનાં રૂમમાં જ પુરાઇ રહ્યો હતો. પરિવારજનોએ આખી રાત શોધખોળ કરી હતી પરંતુ તેની કોઇ જ ભાળ મળી ન હતી. આ મામલામાં મળતી પ્રમાણે મેઘરજની છીકરી પ્રાથમિક શાળા-૨માં ભણતો ધોરણ ૬નો વિદ્યાર્થી મૌલિક ખરાડી શિક્ષકોની બેદરકારીને કારણે શાળા છૂટ્યાં પછી પણ આખી રાત શાળાનાં રૂમમાં જ પુરાઇ રહ્યો હતો.
શિક્ષકોની બેદરકારીને કારણે વિદ્યાર્થીને એકલા, કંઇપણ ખાધાપીધા વગર આખો દિવસ અને આખી રાત શાળામાં જ ગુજારવી પડી હતી. આજે સવારે જ્યારે ૬ કલાકે જ્યારે શાળાનાં બધા ઓરડા ખોલવામાં આવ્યાં ત્યારે બાળક રૂમમાં છે તેવી જાણ થઇ હતી. જે પછી તેને બહાર લાવવામાં આવ્યો હતો અને તેના પરિવારને જાણ કરવામાં આવી હતી.
આ ઘટનાને કારણે વિદ્યાર્થીનાં માતાપિતા અને પરિવારને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરિવારે શાળાનાં સમય પછી અને આખી રાત બાળકની ચિંતામાં સમય વિતાવ્યો હતો. તો સવાલ એ થાય કે કોઇપણ શાળા આટલી બેદરકારી કઇરીતે કરી શકે છે. કંઇક વસ્તુ રહી જાય તો વાંધો નહીં પરંતુ આખેઆખો માણસ રૂમમાં કઇ રીતે રહી જાય.