આવતીકાલે અમિત શાહ દાદરા-નગર-હવેલીમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ધાટન કરશે

689

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને ૬ જાન્યુઆરી રવિવારના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સંઘપ્રદેશ દાદરા-નગર-હવેલીની મુલાકાત લેશે. અમિત શાહ સેલવાસ-નરોલી માર્ગ પર નવા બનેલા ભાજપ પ્રદેશ કાર્યાલયનું ઉદ્ધાટન કરશે અને કાર્યકર્તાઓને સંબોધશે. જેથી હાલ સંઘ પ્રદેશમાં સેલવાસ અને દમણના ભાજપ કાર્યકરો સ્વાગત-સત્કારની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે.

દમણમાં અમિત શાહ ભાજપ કાર્યાલયનું ઉદ્ધાટન કર્યા બાદ સવારે ૧૦ કલાકે હવેલી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે. દાદરા-નગર-હવેલીના ભાજપ પ્રદેશ અધ્યક્ષ હસમુખ ભંડારીએ અને દમણ-દીવના ભાજપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ટંડલે બંન્ને સંઘપ્રદેશના કાર્યકરોને આહવાન કર્યું છે કે, દરેક બુથ કાર્યકર આ મહાસંમેલન માટે જરુરી રજીસ્ટ્રેશન કરાવી લે. તે ઉપરાંત આ બુથ સંમેલનમાં માત્ર પાસ ધારક કાર્યકરોને જ પ્રવેશ મળશે.

Previous articleરાજ્યમાં ૬ થી ૮ જાન્યુ. દરમિયાન કોલ્ડવેવની આગાહી
Next articleમુખ્યપ્રધાને ભગવાન સોમનાથની કરી પૂજા