રાજુલા તાલુકાના ૬૪ ગામના ૧,૯૭૬ ખેડુતોના પાક ધોવાણની હીરાભાઈ સોલંકીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને રજુઆત કરતા રાજુલા તાલુકાના ખેડુતોને રૂા. ૭ કરોડ મંજુર કરી ચુકવણું કરવા ખેતીવાડી ખાતા દ્વારા પ્રક્રિયા શરૂ થતા રાજુલાતા.ના ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જાફરાબાદ તાલુકાને પોણા પાંચ કરોડની પાક ધોવાણની સહાય પ્રક્રિયા પુર્ણ થતા હીરાભાઈ સોલંકીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને રાજુલા તાલુકાનો સર્વે થયા મુજબ કુલ ૬૪ ગામના ૧૯૭૬ ખેડુતોનો ગત ચોમાસામાં અતિ વરસાદ થતા સંપુર્ણ પાક અને જમીન પણ ધોવાય ગયેલની ફાઈલ અર્પણ કરતા જેમાં ખેડુતો સાવ ભો ભેગા થઈ ગયાનો ઉલ્લેખ કરેલ તે બાબતે રાજય સરકાર દ્વારા રાજુલા તાલુકાના ૬૪ ગામના ૧૯૭૬ ખેડુતોને રૂા. ૭ કરોડ મંજુર કરી ખેતીવાડી ખાતાને તમામ ખેડુતોના ખાતામાં હેકટર દીઠ સર્વે થયા મુજબ એક દ્વારા આપવા હુકમ જારી કરેલ અન્વયે રાજુલા તાલુકા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા ખેડુતોનેા ખાતામાં રૂપિયા એક દ્વારા નાંખવા પ્રક્રિયા શરૂ કરાઈ છે. વિષેશ નોંધ કે આ બાબતે સહાયો બાબતે જાફરાબાદના એક ગામ જે અરબી સમુદ્રના બેટમાં આવેલ હોય જયા ખેતીવાડી ન હોય તો શિયાળબેટને ખેડુત પાક ધોવાણ સહાયમાંથી બાદ અને રાજુલા તાલુકાના ૪ ગામોમાં ખેડુતોનો સર્વે ખેતીવાડી વિભાગ અને વિમા કંપનીની હાજરીમાં સર્વે થયેલ કે જયા જે ગામોમાં ખેડુતોના પાકને સંપુર્ણ રક્ષણ તળે હોય તેવા ગામોને જ ખેતફીવાડી અને વિમાકંપનીના સર્વે પર દ્વારા બાદ કરેલ હોય બાકી તમામ ગામોના ખેડુતોને પાક ધોવાણ સહાય ચુકવવાનું શરૂ થતા ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે.