કથાકાર જીગ્નેશ દાદાએ રાજુ બારોટની લીધી શુભેચ્છા મુલાકાત

908

પ્રખર ભાગવતાચાર્ય જીગ્નેશદાદા રાધે રાધે દ્વારા પ્રસિધ્ધ બની ગયેલ ધુન જે કોઈ રાજય કે જિલ્લા તાલુકાથી ગ્રામ્ય વીસ્તારના દરેક લોકોના મોબાઈલમાં વાગતી દ્વારીકાનો નાથ મારો રજા રણછોડ છે.ના મુળ લેખક રાજુલા તાલુકાના મુળ બારપટોળીના વતની હાલ રાજુલાના સ્ટેજ પ્રોગ્રામમાં કચ્છ કાઠીયાવાડમાં અને બાબરીયવાડ રાજુભાઈ બારોટને જીગ્નેશદાદા સુધી પહોંચાડવા રાજકોટ ખાતે યોજાઈ ગયેલ બારોટ વંદનાનો સૌપ્રથમ બારોટ સમાજ માટે સૌપ્રથમ ઈતિહાસ સર્જી વહીવંચા બારોટ સમાજના ઉગતા કલાકારોને કલા દ્રષ્ટીએ એક મોટું સ્ટેજ અપાવનાર બારોટ વંદનાની ૯ વ્યક્તિઓમાં નિરવ બારોટની જહેમતથી રાજુ બારોટની જિગ્નેશ દાદા સાથે સૌપ્રથમ મુલાકાત ગોઠવી આપી રાજુલાના રાજુ બારોટ ધુનના મુળ લેખક સાથે બારોટ સમાજ અગ્રણી અમરૂભાઈ બારોટ, તેવા જ રાજુલાના સ્ટેજ કલાકાર ભરતભાઈ બારોટ અને સાથે બારપટોળીના દિનેશભાઈ બારાટ, લીલીયા તાલુકાના ભોરીંગડા ખાતે ચાલતી જિગનેશ દાદની શ્રીમદ ભાગવત કથા દરમ્યાન રાત્રી સમયે રાજુલાના રાજુ બારોટની રૂબરૂ મુલાકાત લીધી અને રાજુ બારોટે પાસે હજી પોતાની પાસે પોતાના લખેલા યોગ્ય પ્રસંગોને અનુરૂપ ધુન, ભજનમાં વિષેનો ભાવરૂબરૂ ધુન પણ ગાઈને જીગ્નેશ દાદાને ખુબ રાજી કર્યા દાદાએ ખાત્રી પણ આપી કે તમારી પાસે જે સાહીત્ય ધુન ભજનોનો ખજાનો છે. તે મને આપશો તો તમારા નામ સાથે કથાઓમાં લઈ લેશું. આ પ્રસંગે રાજુભાઈ બારોટ, તથા અમરૂભાઈ બારોટે સમસ્ત બારોટ સમાજ વતી પ્રખર ભાગવાતાચાર્ય પુજય જીગ્નેશ દાદાનું સાલ ઓઢાડી સન્માન કરેલ.

 

Previous articleમહાવીર સ્વામી જૈન પાંજરાપોળ ખાતે મકરસંક્રાંતિની જોળી અંગે બેઠક મળી
Next articleછેલ્લા ૮ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો