સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઓખી વાવાઝોડુ ત્રાટકવાનું હોવાના સમાચારો વહેતા થયેલ છે અને દરેક બંદરો પર બે નંબર, ત્રણ નંબરના સીગ્નલો લગાવી દેવામાં આવેલ છે અને હાઈએલર્ટ ઘોષીત કરી દેવામાં આવેલ છે તેવા સમયે જાફરાબાદની કસબા અને મકદુમ બોટ છેલ્લા ર૪ કલાકથી સંપર્ક વિહોણી થયેલ છે અને તેના ખલાસીઓનો સંપર્ક તુટી ગયેલ હતો. આ અંગે ખારવા સમાજ પ્રમુખ નારણભાઈ કલ્યાણભાઈ બાંભણીયા સાથે સંપર્ક સાધવામાં આવતા તેઓએ જણાવેલ હતું કે આ બોટલ મુસ્લિમ સમાજના રફીક હાજી તથા બસીર રમજાનભાઈની કસબા અને મકદુમ નામની બોટ ફસાયેલ હતી. પરંતુ હાલમાં આઠ થી દસ માઈલ જાફરાબાદથી દુર આવી પહોંચેલ હોય જેથી સૌએ રાહતનો દમ લીધેલ હતો. આમ વાવાઝોડામાં જાફરાબાદમાં બધી બોટલ કાઠા ઉપર લાંગરી દેવામાં આવેલ હોય નુકશાની નહીવત પ્રમાણમાં છે તેમ ખારવા સમાજના પ્રમુખ ભગુભાઈ સોલંકી દ્વારા જણાવાયું છે.