રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી સ્ક્રીને પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. લગ્ન પહેલાં, બન્નેની સાથે છેલ્લી ફિલ્મ ’પદ્માવત’ આવી હતી, જેમા પ્રેક્ષકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મ પછી, બંને એક સાથે જોવા મળ્યા અને એવુ જાહેર થયું કે બન્ને આગામી એક વર્ષ માટે કોઈ પણ ફિલ્મ કરશે નહીં.
આગામી એક વર્ષ માટે મોટી સ્ક્રીન પર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સાથે નજર નહીં આવે. ખરેખર, રણવીર સિંહે ડીએનએ સાથે વાચચીતમાં જાહેર કર્યું છે. રણવીરે કહ્યું છે કે તે વર્ષ ૨૦૧૯માં દીપિકા પાદુકોણ સાથે સ્ક્રની પર જોડાશે નહીં. તેણે કહ્યું, ’મારી પત્ની અને મારી સાથે હાલ કોઈ ફિલ્મ નથી. હું આશા રાખું છું કે ફિલ્મ નિર્માતાઓ ટૂંક સમયમાં જ અમને બંનેને એક સારા પ્રોજેક્ટ માટે સંપર્ક કરશે. હું દીપિકા સાથે સ્ક્રીન શેર કરવા માટે અસ્વસ્થ છું.
રણવીર સિંહે દીપિકાની પ્રશંસા કરી અને કહ્યું, “દીપિકા આજકાલના શ્રેષ્ઠ કલાકારોમાં એક છે. મને લાગે છે કે ફિલ્મ નિર્માતાઓ તેમની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરી શક્યા નથી. તેની અંદર ખૂબ જ સારી પ્રતિભા છે, જેને પડદા પર પ્લે કરવી જરુરી છે. બંનેની કેમેસ્ટ્રી પર વાત કરતા રણવીરે કહ્યું કે અમે બન્ને કેમેસ્ટ્રી એક્સ્ટ્રા સ્પેશિયલ છીએ અને તેનું કારણ દીપિકા પ્રતિ મારુ પાગલપન છે. હું તેને ખૂબ જ પ્રેમ કરુ છુ. જે સ્ક્રીન પર નજર આવે છે.