રોજર ફેડરરે શનિવારે પર્થમાં મિક્સ ટીમ ટૂર્નામેન્ટના રોમાંચક ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડને ૨-૧થી જીત અપાવી અને આ સાથે તે હોપમેન કપના ઈતિહાસમાં સૌથી સફળ ખેલાડી બની ગયો છે. ફેડરર ત્રમ હોપમેન કપ જીતનારો પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે બેલિંડા બેનસિચની સાથે મળીને ટીમને સતત ટાઇટલ અપાવ્યું છે. સતત બીજા વર્ષે સ્વિસ ખેલાડીએ જર્મનીના એલેક્જેન્ડર જ્વેરેવ અને એંજલિક કર્બરની જોડીને ૪-૦, ૧-૪, ૪-૩ (૫/૪)થી હરાવીને નિર્ણાયક મિશ્રીત યુગલનો મુકાબલો જીત્યો હતો. ફેડરરે ચોથા વરીયતા પ્રાપ્ત એલેક્જેન્ડર જ્વેરેવને સીધા સેટોમાં ૬-૪, ૬-૨થી હરાવીને સ્વિટ્ઝર્લેન્ડને ૧-૦થી આગળ કરી દીધું હતું. ત્યારબાદ એંજલિક કર્બરે વાપસી કરતા મહિલા સિંગલ્સમાં બેલિંડા બેનસિચને ૬-૪, ૭-૬ (૬)થી પરાજય આપ્યો હતો. ત્યારબાદ ફેડરર-બેનસિચે મિશ્રિત યુગલ જીતીને ટૂર્નામેન્ટ પોતાના નામે કરી લીધી હતી. આ સ્વિટ્ઝર્લેન્ડનું કુલ ચોથું ટાઇટલ છે અને તે ટ્રોફીની સંખ્યાના મામલામાં અમેરિકાથી પાછળ છે, જેના નામે છ ટ્રોફી છે. ફેડરરે પ્રથમ હોપમેન કપ ૨૦૦૧મા જીત્યો હતો, ત્યારે તેણે માર્ટિના હિંગિસ સાથે જોડી બનાવી હતી. આ બીજાવખત છે જ્યારે ફેડરર બેલિંડા બેનસિચની સાથે આ ટૂર્નામેન્ટ જીતી છે.