દિલ્હીમાં બની ખાસ ‘ખીચડી’, સ્વાદ ચાખવા આવશે અમિત શાહ

547

ઈલેક્શન પહેલા દલિત સમુદાય સાથે જોડાણ મજબૂત કરવા અને વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે બીજેપીએ રવિવારે દિલ્હીમાં એક ખાસ આયોજન કર્યું હતું. બીજેપીએ પોતાની રેલીમાં અંદાજે ત્રણ લાખ દલિત ઘરોમાથી એકઠા કરાયેલ ચોખા અને દાળમાંથી ૫૦૦૦ કિલો ખીચડી બનાવી રહી છે. રામલીલા મેદાનમાં ભીમ મહાસંગમ રેલીમાં સમરસતા ખીચડી બનાવવામાં આવી રહી છે. દિલ્હી બીજેપી અનુસૂચિત જાતિ મોરચો ખીચડી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવનાર સામાન એકઠો કર્યો હતો. રેલીને પાર્ટી પ્રમુખ અમિત શાહ સંબોધિત કરશે. દિલ્હી બીજેપી અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ મોહનલાલ ગિહારાએ કહ્યું કે, અમે અત્યાર સુધી બે લાખ દલિત પરિવારોને કવર કર્યાં છે અને આગામી દિવસોમાં અંદાજે ત્રણ લાખ ઘરોમાં ૯૦ ટકા સુધી પહોંચવાની આશા છે. સાખે જ આ કામને વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધવા માટે ગિનીસ બૂક વર્લ્ડ રેકોર્ડનો પણ સંપર્ક કર્યો છે.

હાલનો વર્લ્ડ રેકોર્ડ ૯૧૮.૮ કિલો ખીચડી બનાવવાનો છે. નવેમ્બર ૨૦૧૭માં દિલ્હીમાં આયોજિત વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ફેસ્ટિવલમાં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય અને ફેમસ શેફ સંજીવ કપૂરના નેતૃત્વમાં આ રેકોર્ડ બનાવ્યો છે.

 

Previous article૧લી ફેબ્રુ.થી પસંદગીની ચેનલોનાં જ પૈસા ભરો
Next article૨૦૧૯માં બહુમતીથી બનશે ભાજપ સરકાર, કોંગ્રેસનાં રાજમાં માત્ર ભ્રષ્ટાચારઃ અમિત શાહ