ધમાસણામાં આવેલા વિજય હનુમાન આશ્રમના મહંત દંડીબાપુ દ્વારા શ્રીલંકામાં સત્સંગ તેમજ સુંદરકાડના પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતું. સંત સાથે મોટી સંખ્યામાં ભક્તોએ શ્રીલંકાની ભુમિ ઉપર આવેલ અશોકવાટિકા ખાતે સત્સંગ કથા અને સુંદરકાંડનો લાભ લીધો હતો. મુખ્ય યજમાન પદે કલોલ તાલુકાના પૂર્વ પ્રમુખ કાન્તિજી ભીખાજી ઠાકોર નાસ્મેદવાળા હાજર રહ્યા હતા.