મોઢ મહોદય સંસ્થા દ્વારા મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે અખીલ ભારતીય મોઢવણીક યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિલાયન્સ પરિવારના વિમલભાઈ અંબાણીના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ સંમેલનમાં ઉદ્દઘાટક રાજેશભાઈ પરીખ, બીપીનભાઈ પરેખ, દિપકભાઈ શાહ, મુકેશભાઈ દોશી તેમજ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુનિલભાઈ વડોદરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં વ્યક્તિત્વનો વિકાસ થાય, કૌશલ્ય પ્રાપ્ત કરે, વડિલો પ્રત્યે આદરભાવ જાગે, અને યુવાનોમાં રહેલી ઉર્જા હકારાત્મક અને રચનાત્મક રીતે સમાજના વિકાસમાં કામ આવે એવા ઉમદા આશયથી આ સંમેલનનું આયોજનનો મુખ્ય્ હેતું છે. જેમાં આ અખીલ ભારતીય મોઢ વણિક યુવા સંમેલન મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતાં.