ગુજરાત રાજયમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા આજરોજ લેવામાં આવી હતી. જેમાં ભાવનગર શહેર જીલ્લામાં ૪૩,પ૦૦ અરજદારો લોકરક્ષકની પરીક્ષા આપવાની હતી. જેમાંથી ૧૩,પ૩૭ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં જયારે ર૯,૯૬૩ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતાં.
જેના ભાગરૂપે ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે વીદ્યાર્થીઓ માટે અલગ સુવિધા પુર પાડવામાં આવી હતી. એસ.ટી. પાસે આજે ઉમેદવારોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતાં. જેના પગલે પાનવાડીથી નિલમબાગ સુધીનો ટ્રાફિક જામની સમસ્યાઓ નડવા પામી હતી. ભાવનગર શહેર જિલ્લામાં ૧રપ પરીક્ષા કેન્દ્રો ખાતે આ પરીક્ષા યોજાઈ હતી. આજરોજ આ પરીક્ષા શહેર જીલ્લામાં શાંતિપુર્ણ મહોલમાં પરીક્ષા પુર્ણ થઈ હતી.