રફાલને લઇને રાજકીય પક્ષોના આરોપ-પ્રત્યારોપનો દોર શરુ થઇ ગયો છે. રક્ષા મંત્રી નિર્મલા સીતારામને સોમવારના રોજ ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપોને લઇને લોકસભામાં જવાબ આપ્યાં છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી રક્ષા મંત્રીને આડે હાથ લીધા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે રક્ષા મંત્રી સંસદમાં ખોટુ બોલી રહ્યાં છે. નિર્મલા સીતારામન લોકસભામાં જવાબ આપવાને બદલે બહાનાબાજી કરી રહ્યાં છે. અને તમે જ્યારે આ બાયપાસ સર્જરી કરી ત્યારે રક્ષા મંત્રાલય અને એરફોર્સે કોઇ વિરોધ નોંધાવ્યો હતો કે નહીં.
રફાલનો કોન્ટ્રાક્ટ ૧૩૬થી ઘટાડી ૩૬ કરવામાં આવ્યો છે કે નહીં, જવાબ ખાલી હા કે ના માં આપો! રફાલનો કોન્ટ્રાક્ટ ૐછન્ પાસેથી છીનવી અનિલ અંબાણીની કંપનીને કેમ આપ્યો?
અનિલ અંબાણીની કંપનીને રૂપિયા ૩૦ હજાર કરોડનો પ્રોજેક્ટ ક્યાં આધાર પર આપવામાં આવ્યો. તેનો જવાબ પણ હજુ સુધી મળ્યો નથી. રક્ષા મંત્રી દાવો કરી રહી છે કે તેઓ ૐછન્ની મદદ કરી રહી છે, પરંતુ રફાલ નિર્માણ કરતી દાસોલ્ટ કંપનીને વિમાનની ડિલીવરી પહેલા જ ૨૦ હજાર કરોડ રૂપિયાની ચુકવણી કરી દેવાઇ જ્યારે ૐછન્ની પેમેન્ટ હજી કરવામાં આવ્યું નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે નિર્મલા સીતારામનને રક્ષા મંત્રી નહી પરંતુ નરેન્દ્ર મોદીની પ્રવક્ત્તા કહેવા જોઇએ. દેશના ચોકીદાર લોકસભામાં હાજર રહેવાથી ડરે છે, જો નરેન્દ્ર મોદી મારી સાથે ૧૫ મિનિટ ચર્ચા કરે તો બધુ સ્પષ્ટ થઇ જશે. ચોકીદારે ચોરી કરી છે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનો મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે, એલએએલ પાસે કર્મચારને વેતન આપવા માટે રૂપિયા નથી, તે આશ્ચર્યજનક વાત છે. અનિલ અંબાણી પાસે રફાલનો કોન્ટ્રાક્ટ છે. અનિલ અંબાણીની કંપનીને પોતાનો કોન્ટ્રાક્ટ પુરો કરવા માટે એચએએલના સ્કીલ્ડ કર્મચારીની જરૂર છે. પગર વગર સ્કીલ્ડ એન્જિનિયર અને વૈજ્ઞાનિકને છછ (અનિલ અંબાણી)ની કંપનીમાં નોકરી કરવા માજબુર કરવામાં આવશે.