વડાપ્રધાનની બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’નું પોસ્ટર લોન્ચ

875

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ ’પીએમ નરેન્દ્ર મોદી’નો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ફિલ્મનું પોસ્ટર ગુજરાતી સહિત પ્રાદેશિક ભાષાઓમાં પણ લોન્ચ કરવામાં આવ્યું છે. ડિરેક્ટર ઓમંગ કુમારની આ ફિલ્મમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકામાં જોવા મળશે. સંદીપ સિંહના પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મનું લગભગ ૨૩ ભાષાઓમાં પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. પોસ્ટર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોન્ચ કર્યું છે. જ્યારે ફિલ્મની ટેગલાઇન છેઃ ’દેશભક્તિ હી મેરી શક્તિ હૈ.’ ઉલ્લેખનીય છે કે, ફિલ્મના ડિરેક્ટર ઓમંગ કુમાર આ પહેલાં સરબજીત અને મેરી કોમની બાયોપિક બનાવી ચૂક્યાં છે. જેથી ફેન્સને આ ફિલ્મથી ઘણી આશાઓ પણ છે. સૂત્રોનું માનીએ તો જાન્યુઆરીના મધ્યમાં ફિલમ ફ્‌લોર પર આવશે અને લોકસભાની ચૂંટણી પહેલાં જ ફિલ્મ રીલિઝ કરાય તેવી સંભાવના છે.

Previous articleનિર્મલા સીતારામન રક્ષા મંત્રી નહીં પરંતુ પીએમ મોદીની પ્રવક્તાઃ રાહુલ ગાંધી
Next articleસવર્ણો માટે ૧૦% અનામતને કેબિનેટની લીલીઝંડી