કાગવદર ગામ નેશનલ હાઈવે ૮-ઈને અડીને આવેલ છે અને આ રોડ ફોરલેન થવાના કારણે રોડ ખૂબ જ ઉંચો બની ગયેલો છે અને કાગવદર નજીક મોટો બ્રીજ બનતો હોય તો ગામના બસ સ્ટેન્ડ નજીક રોડની ઉંચાઈ બહુ થઈ ગયેલ છે અને ગામની અંદર આવતો રસ્તો તેમજ નદીમાં જતો નાનો પુલ હાઈવેના કામને લીધે ડીમોલેશન (નાબુદ) થયેલ છે અને કાગવદર નજીક કોઈ સર્વિસ રોડ આવેલ નથી તેમજ પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી અને પરિણામે આગળથી આવતું પાણી સીધુ ગામમાં પહેલા સ્કુલમાં અને ત્યાંથી આખા ગામમાં ઘુસી જાય છે અને તેના કારણે ચોમાસામાં સ્કુલની દિવાલ પણ પડી ગયેલ છે, આમ નેશનલ હાઈવે રોડની સ્થિતિ જોતા કાગવદર જવાનો સર્વિસ રોડ હોવો જરૂરી છે. કારણ કે ૩૦ ફુટની ઉંચાઈ પર ગામના લોકો તેમજ ગામની જમીન પર રોડની સામેની સાઈડમાં આવેલી હોય તો ગામના ખેડૂતોને તેમજ બળદગાડા, સાંતી, ટ્રેક્ટર, લાકડા વિગેરે લાવવા-લઈ જવા માટે સર્વિસ રોડ બનાવવો અતિ જરૂરી છે.
આ અંગે કાગવદર ગ્રા.પં. સભ્યો અને સરપંચોએ રજૂઆત કરી સ્થળ ઉપર આવેલા અને નિર્ણય ન થાય ત્યાં સુધી કામને અટકાવેલ હતું પરંતુ થોડા સમયથી રાત્રિના સમયમાં આ રોડના કોન્ટ્રાક્ટર કામ સતત ચાલુ રાખે છે અને ગ્રામજનો અટકાવતા ખોટી ફરિયાદો કરી કોન્ટ્રાક્ટરો ગ્રામજનો તથા ખેડૂતોને હેરાન-પરેશાન કરે છે. આ લોકશાહી દેશમાં ખેડૂતો અને ગ્રામજનોના સુખાધિકાર માટે બંધારણે હક્કો આપેલા છે તે હક્કોને આ કોન્ટ્રાક્ટરો તાનાશાહી રીતે છીનવવા માંગતા હોય આ બાબતે તાત્કાલિક ઘટતું કરવા અને સર્વિસ રોડ માટે નેશનલ હાઈવે ઓથોરીટીએ કોઈપણ જાતની જમીન સંપાદન કરેલ ન હોય જેમાં ગ્રામ પંચાયત તેમજ રામજી મંદિર આવતું હોય જેથી સર્વિસ રોડ માટે રી-સર્વે કરી તેનું વળતર સત્વરે ચુકવી સર્વિસ રોડ આગળ જતા એક રોડ સીન્ટેક્ષ કંપની તરફ જાય છે અને એક રોડ બારપટોળી ગામ તરફ જાય છે જે સોમનાથ હોટલ નજીક ગામનો સર્વિસ રોડ ર૦૦ મીટરનું અંદાજે બનાવવામાં આવે તો ગામનો આ પ્રશ્નનો નિવેડો આવે તેમ છે.
અમારા પ્રશ્નોનો નિવેડો નહીં આવે અને દિવસ-૭ (સાત)માં સર્વિસ રોડ બનાવવાની કામગીરી કંપની ઓથોરીટી નહીં કરે તો અમો નેશનલ હાઈવે રોડ બંધ (ચક્કાજામ) કરીશુ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. જેમાં કાઈ બનશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની અને નેશનલ હાઈવે ઓથોરીટીની અંગત રહેશે તેવી ચિમકી અપાઈ હતી.