ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા ઈન્ટરકોલેજ ફુટબોલની સ્પર્ધામાં યુનિવર્સિટીની સંલગ્ન અને સંચાલીત વિવિધ કોલેજોની બહેનોની ટીમોઅ ભાગ લીધો હતો. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની ટીમે તેમની હરીફ ટીમોને પરાજીત કરીને ફુટબોલની ફાઈનલ સ્પર્ધામાં ચેમ્પિયન બની ઈન્ટર યુનિવર્સિટીમાં કોલેજની ૬ વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી હતી. ભાવનગર યુનિવર્સિટીમાં ફુટબોલની સ્પર્ધામાં ઈન્ટર યુનિવર્સિટીમાં પસંદગી પામવા બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અભિનંદન પાઠવ્યા હતા.