કોંગ્રેસે ટ્રાન્સજેન્ડર અપ્સરા રેડ્ડીને અખિલ ભારતીય મહિલા કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ બનાવી છે. અપ્સરા રેડ્ડી પ્રથમ ટ્રાન્સજેન્ડર છે, જેને કોંગ્રેસે મોટી જવાબદારી આપી છે. અપ્સરાની ઓળખ એક આક્રમક પત્રકાર અને સામાજિક કાર્યકર્તાના રુપમાં છે. તે કોલેજના દિવસોથી સામાજિક કાર્યકર્તાના રુપમાં કામ કરી રહી છે અને ચાઇલ્ડ રેપના હાઇ-પ્રોફાઇલ મામલોને ઉઠાવી ચૂકી છે.ઉલ્લેખનીય છે કે અપ્સરા રેડ્ડી રાજનીતિ દુનિયામાં નવી નથી. તે બીજેપીમાં પણ રહી ચૂકી છે.
જોકે એક મહિનામાં જ પાર્ટી છોડી દીધી હતી. રેડ્ડીને આરોપ લગાવ્યો છે કે બીજેપીમાં સ્વતંત્ર વિચારવાળા લોકો માટે કોઈ સ્થાન નથી. અપ્સરા એઆઈડીએમકેમાં પણ કામ કરી ચૂકી છે. તામિલનાડુના પૂર્વ સીએમ જયલલિતાએ અપ્સરાને રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી આપી હતી. જોકે પાર્ટીમાં ટકરાવ થતા પાર્ટી છોડી દીધી હતી. કોંગ્રેસમાં સામેલ થયા પાછી અપ્સરાએ પાર્ટી અને રાહુલ ગાંધીની ઘણી પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે કોંગ્રેસ વાસ્તવમાં એક એવી પાર્ટી છે જેણે ભારતનું નિર્માણ કર્યું છે. રાહુલ ગાંધી મહિલાઓના નિષ્પક્ષ પ્રતિનિધિત્વ, મહિલા કેન્દ્રિત ઘોષણાપત્ર અને ગતિશીલતા પ્રત્યે વાસ્તવમાં પ્રેરણાદાયક છે અને મને તેમના નેતૃત્વમાં દેશભરમાં મહિલાઓની સેવા કરવામાં ખુશી થશે.