કલેક્ટર દ્વારા ઓખી વાવાઝોડા અંગે યોજાયેલ બેઠક અને ત્યારબાદ રેડક્રોસની ડીઝાસ્ટર રિસ્પોન્સ ટીમ દ્વારા યોજેલ બેઠકના પગલે ગતરાત્રીના ઘોઘાના આરોગ્ય કેન્દ્ર, પોલીસ સ્ટેશન, મેરિન પોલીસ સ્ટેશન, બંદર તથા રોરો ફેરી વિસ્તારોની અને કોળીયાકના દરિયા કિનારાના વિસ્તાર તથા ગામ અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને તે વિસ્તારના રેડક્રોસના સ્વયંસેવકો અને સરકારના વિવિધ વિભાગના સંકલન માટે ખાસ મુલાકાત કરી ડો.મિલન દવે, સુમિત ઠક્કર, પરેશભાઈ ભટ્ટી, કાર્તિક દવે, માધવ મજીઠીયા, વિનય કામળિયા અને સાથે સ્વંયસેવકોને સાથે રાખીને સ્થળ મુલાકત લઈને સંકલન કરવામાં આવેલ ટીમમાં ઇમર્જન્સી રિસ્પોન્સ, મેડિકલ ટીમ અને સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમના ઇન્ચાર્જ સાથે રહયા.