ભાજપની રાષ્ટ્રીય કાર્યકરણી બેઠકમાં દિલ્હી જતા રાજુલાના કિશોરભાઈ રેણુકાને શુભેચ્છા

677

અમરેલી જીલ્લા ભાજપ અને બારોટ સમાજનું ગૌરવ વધારતા કિશોરભાઈ રેણુકા, ભાજપના સિનિયર નેતાને પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા ૧પ લોકસભા ભાવનગર સીટના બે જીલ્લાના વિસ્તારકની નિમણુંકથી આગામી તા. ૧૧-૧રની ભાજપ રાષ્ટ્રીય કાર્યકરણી બેઠકમાં આમંત્રીત કરતા રાજુલાથી અમરેલી જિલ્લા ભાજપ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

મુળ રાજુલાના વતની અને ભાજપ પરિવારના જુના અનુભવી અને નિષ્ઠાવાન સાથે કાબેલીયત ધરાવતા કિશોરભાઈ રેણુકાને અમરેલી જિલ્લામાં એક માત્ર કિશોરભાઈને પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા ગત જુનાગઢ ધારાસભાના જીલ્લા વિસ્તારકની પ્રશંસનીય કામગીરીને ધ્યાને રાખી આગામી ૧પ લોકસભા ભાવનગર અને બોટાદ જીલ્લાઆમ બે જિલ્લા લોકસભા મત વિસ્તારના વિસ્તારક તરીકે નિમણુંક પામતા અમરેલી જિલ્લા તેમજ રાજુલા, જાફરાબાદ ખાંભા ભાજપ પરિવારમાં તેમજ સમસ્ત બારોટ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો તેમ આગામી તા. ૧૧ અને ૧રની ભાજપ રાષ્ટ્રીય કાર્યકરણી અગત્યની બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાથે દિલ્હી જવા રવાના થતા રાજુલાથી અમરેલી જિલ્લા ભાજપ પરિવારે તેમજ સમસ્ત બારોટ સમાજમાં ખુશીનો માહોલ ઉપરાંત જિલ્લાની દરેક જનતામાં આવા કર્મનિષ્ઠ અને ભાજપમાં સેવાભાવી નેતા કિશોરભાઈ રેણુકા સાથે ભાવનગર ભાજપ પરિવારમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, મનભા મોરી મેયર ભાવનગર મોદી શહેર ભાજપ પ્રમુખ વનરાજસિંહ ગોહિલ મહામંત્રી મહેશભાઈ રાવલ, અમુલભાઈ ચૌહાણ, રાજુભાઈ બાબરીયા અનુ.સુ. જાતિ મોરચા ભાજપ પ્રમુખ તેમજ ભાવનગર શહેર અને ગ્રામિણ વિસ્તાર ભાજપ મહામંત્રી દિલીપભાઈ શેતા, નારણભાલઈ મોરી, ઉમેશભાઈ મકવાણા, હર્ષદભાઈ દવે પ્રભારી, જગદીશસિંહ ગોહિલ તળાજા પ્રભારી, સીહોર પ્રભારી ભરત મેર વલભીપુર પ્રભારી અને બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોઘાણી, મનહરભાઈ માતરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી બ્રીજરાજસિંહ ઝાલા મહામંત્રી તેમજ રાજયમંત્રીઓ પરસોત્તમભાઈ સોલંકી, મનસુખભાઈ માંડવીયા, વિભાવરીબેન દવે, ભારતીબેન શિયાળ સહિતે તેમજર ાજુલાના હીરાભાઈ સોલંકી પ્રદેશ ભાજપ કોર કમિટિ ચેતનભાઈ શિયાળ, જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા, જીલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ સહિત ભાજપ રાજુલા પરિવાર તેમજ સમસ્ત બારોટ પરિવાર તરફ થતી અમરૂભાઈ બારોટ, દીલીપભાઈ બારોટ, દેવકુભાઈ બારોટ, હરદાનભાઈ બારોટે કિશોરભાઈ રેણુંકાને શુભેચ્છા પાઠવી છે.

Previous articleદામનગર પોસ્ટ સંયુકત સંઘર્ષ સમિતિ દ્વારા બે દિવસ હડતાલ
Next articleકરૂણા અભિયાનના આયોજન અર્થે કલેકટર સહિતે ગાંધીનગર કોન્ફરન્સ બેઠક યોજી