સંજય દત્તની લાઇફ પર બનેલી ફિલ્મમાં ઉલ્લેખનીય ભૂમિકા અદા કરી ગયા બાદ હવે રણબીર કપુર બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. તેની પાસે સૌથી મોટી ફિલ્મ આવી રહી છે. હવે તેને વધુ એક બાયોપિક ફિલ્મ મળી ગઇ છે. હવે ગુલશન કુમારની બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો નિર્ણય હવે કરવામાં આવ્યો છે. બાયોપિક ફિલ્મોને નોંધપાત્ર સફળતા મળી રહી છે જેના કારણે હવે બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો દોર ચાલી રહ્યો છે.