અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશન પાસે આવેલી ગુલબર્ગ સોસયટી પર ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ તોફાનીઓએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં કુલ ૬૯ લોકોના મોત થયા હતા. હાઇકોર્ટનાં જસ્ટિસ જે બી પારડી વાળા અને જસ્ટિસ એ પી રાવની ખંડપીઠે વહીવટી વિભાગ સામે લાલ આંખ કરતા અપીલ માટેના પેપર ચાર સપ્તાહમાં ત્યાર કરવાનો હુકમ કર્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે આ કેસને લગતા તમામ પેપર્સની એક પેપર બુક બનાવીને ચાર સપ્તાહ એટલે એક મહિના જેટલા સમયગાળામાં રજૂ કરવામાં આવે. તે પછી જ આની આગામી સુનાવણી થષે. આ કેસમાં અમુક દોષિતોને આજીવન કેદની સજા અને કેટલાકને ૧૦ વર્ષની સજા કરવામાં આવી હતી. જેની સામે પીડિત પક્ષે નિર્દોષ છૂટેલા આરોપીઓને સજા થાય તે માટે માગ કરી હતી. હાઇકોર્ટે હુકમ કરતા કહ્યું છે કે, ૨૦૧૬માં વિશેષ કોર્ટના ચુકાદા સામે આરોપીઓએ કરેલી અપીલને ટોપ પ્રાયોરિટી આપવામાં આવે. . કોર્ટના હુકમનો તત્કાલીન અમલ કરીને પેપર ત્યાર કરવામાં આવે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. આ કેસમાં છેલ્લા દસ વર્ષથી આરોપીઓ જેલમાં બંધ છે. પરંતુ તેમને અપીલ હજી આપવામાં આવી નથી. તેમને પ્રાયોરિટી આપવામાં આવે તેવો હુકમ ફરમાવવામાં આવ્યો છે.
મહત્વનું છે કે આ ઘટનામાં જ્યાં ૬૯ લોકોનાં મોત થયા હતાં તેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી પણ હતા. આ હત્યા કાંડમાં ૩૯ લોકોના શબ મળ્યા હતા. પરંતુ બાકી ૩૦ લોકોના શબ મળ્યા નહોતા. જેમાં ૭ વર્ષ પછી કાયદાકીય રીતે તેમનું મોત થયું હોવાનું માનવામાં આવે છે. આ ઘટનામાં એક અઝહર પણ હતો. જે પારસી માતા-પિતા રૂપા અને દારા મોદીનો પુત્ર હતો.