ઉત્તર ભારત ઠંડુગાર : ટ્રેન તેમજ વિમાની સેવા ઠપ, લોકો અટવાયા

607

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની સાથે સાથે તીવ્ર ધુમ્મસની ચાદર હાલમાં છવાયેલી છે. આના કારણે દિલ્હી અને એનસીઆરમાં લોકોની હાલત કફોડી બનેલી છે. દિલ્હી-એનસીઆરમાં સવારમાં તો પારો ગગડીને વધુ નીચી સપાટી પર પહોંચી ગયો છે. ધુમ્મસના કારણે દિલ્હી-એનસીઆરમાં સવારમાં લોકોની હાલત કફોડી રહી હતી. દિલ્હીથી ચાલતી અનેક ટ્રેનો લેટ થઇ છે. જ્યારે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં પણ લોકોની હાલત કફોડી બનેલી છે. ઉત્તર ભારતમાં શીત લહેર છે. બીજી બાજુ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ રહી છે. કાશ્મીરમાં ગુલમર્ગ, પહેલગામ, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ હિમવર્ષા થઇ છે. કાશ્મીરના કારગીલમાં તાપમાન શુન્ય કરતા ખુબ નીચે નીચે પહોંચી ગયુ છે. લેહમાં માઇનસ ૧૫ ડિગ્રી તાપમાન થયું છે. નવેસરથી હિમવર્ષાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાયેલી છે. લડાખમાં પણ આવી જ હાલત બનેલી છે. લડાખમાં માઇનસ ૧૫ ડિગ્રી તાપમાન થયું છે જ્યારે કારગિલમાં માઇનસ ૧૮.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી બાજુ ઉત્તર કાશ્મીરમાં સ્કી રિસોર્ટમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૮.૫ ડિગ્રી થઇ ગયું છે. પહેલગામમાં માઇનસ ૧૧.૪ ડિગ્રી થઇ ગયું છે. કાઝીગુંદમાં પણ તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે. શ્રીનગરમાં માઇનસ ૦.૩ ડિગ્રી તાપમાન થયું છે. વર્તમાન ઠંડીની સિઝનમાં ઉત્તર પ્રદેશમાં કાતિલ ઠંડીના કારણે ૭૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. પૂર્વાંચલમાં ૨૨ના મોત થઇ ચુક્યા છે. જ્યારે બરેલી અને બ્રિજ ડિવિઝનમાં ત્રણ-ત્રણ લોકોના મોત થઇ ચુક્યા છે. અલ્હાબાદ ડિવિઝનમાં ૧૧ના મોત થઇ ચુક્યા છે. બુંદેલખંડમાં ૨૮ના મોત થઇ ચક્યા છે. ઓરિસ્સામાં પણ જનજીવન ખોરવાયેલું છે. કાશ્મીરમાં હજુ વર્ષા અને હિમવર્ષા થઇ રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે. જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ધુમ્મસની સૌથી ખરાબ અસર થઇ છે. વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ છે. કેટલીક લાંબા અંતરની ટ્રેન પણ મોડેથી દોડી રહી છે. ધુમ્મસના કારણે કેટલાક અકસ્માતો પણ થઇ રહ્યા છે. કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીથી હાલમાં કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં જનજીવન પર અસર થઇ છે. ધુમ્મસના કારણે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં માઇનસમાં તાપમાન છે. કાશ્મીરમાં હાલ ૪૦ દિવસમાં ચિલ્લાઈ કાલનનો ગાળો ચાલી રહ્યો છે. આ ગાળા દરમિાયન હિમવર્ષાની સંભાવના સૌથી વધારે રહે છે. આજે શ્રીનગરમાં માઇનસમાં તાપમાન રહ્યું હતું. ધુમ્મસની સ્થિતી વચ્ચે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ધુમ્મસની સ્થિતીના કારણે વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ હતી. દિલ્હી વિમાનીમથકે વિજિબિલિટી ઘટી જવાના કારણે એક સ્થાનિક ફ્લાઇટને રદ કરવાની ફરજ પડી હતી. જ્યારે પાંચ સ્થાનિક અને સાત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં વિલંબ થયો હતો. આવી સ્થિતીમાં મોટી સંખ્યામાં વિમાની યાત્રીઓને ઠંડીમાં વિમાનીમથકે રાહ જોવાની ફરજ પડી હત. સેંકડો ફ્લાઇટોને અસર થઇ છે. ધુમ્મસની સ્થિતીના કારણે કેટલાક વિસ્તારોમાં માર્ગ અકસ્માતો પણ થયા છે. વિજીબિલીટી ધુમ્મસના કારણે ૫૦ મીટર સુધી નીચે પહોંચી ગઈ છે. દિલ્હીમાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથકે સવારે ધુમ્મસની સ્થિતિ રહી હતી. ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ધુમ્મસના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર થઇ છે.

Previous articleકેટલાક લોકો ટીમને નીચી દેખાડવાની કોશિશ કરી રહ્યા છેઃ રવિ  શાસ્ત્રી
Next articleબરફમાં ફસાયેલ કુલ ૧૫૦ પ્રવાસીઓને બચાવી લેવાયા