રાજુલા ભાજપના હીરાભાઈ સોલંકી, કિશોરભાઈ રેણુંકાનું ભવ્ય સ્વાગત

2350

ભાજપ નેતા હિરાભાઈ સોલંકી અને સિનિયર નેતા કિશોરભાઈ રેણુકા સાથે ભાવનગર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, અમરેલી જીલ્લા લોકસભા સીટના વિસ્તારક ડી.ડી.ગોહિલ, ભગવાનભાઈ સુતરીયા સાથે અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી કમલેશભાઈ મકવાણા, અલ્તાફભાઈ કુરેશી સહિતનું દિલ્હી એરપોર્ટ ખાતે દબદબાભર્યુ સ્વાગત થયું તા. ૧૧ અને ૧ર-૧-ર૦૧૯ના રોજ બે દિવસ દિલ્હી ખાતે સમસ્ત ભારતભરની રાષ્ટ્રીય ભાજપ કાર્યકરણીની અતિ અગત્યની અને આગામી અતિ મહત્વની લોકસભાી ચૂંટણી બાબતે દરેક રાજયમાં આવતા જિલ્લાઓની લોકસભા સીટ અતિ મહત્વની હોય તે બાબતે સર્વ સંમતિથી અગત્યના નિર્ણયો લેવાશે. તેમાં અમરેલી અને ભાવનગર લોકસભાની બેઠકો માટે મહત્વની ચર્ચાઓ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. જેનો આખરી ઓપ હાઈકમાન્ડ નક્કી કરશે. આવી અગત્યની રાષ્ટ્રીય કાર્યકરણી બેઠકમાં રાજુલા વિસ્તારકના નેતા હીરાભાઈ સોલંકી તેમજ અમરેલી જિલ્લાના સિનિયર ભાજપ નેતા કિશોરભાઈ રેણુકા જે અગાઉની ભાજપની શરૂઆત વખતે એક વખત વડોદરાના ભાજપ પ્રમુખ તરીકે સેવા બજાવી ઉત્તમ કામગીરી કરેલ તેવા કિશોરભાઈ રેણુકાને તેમ અમરેલી જીલ્લામાંથી ભાજપ નેતાઓને દિલ્હી ખાતે આમંત્રીત કરાતા અમરેલી જિલ્લા ભાજપ પરિવારમાં ખુશીનો માહોલ સાથે સાથે સમસ્તી બારોટ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

Previous articleઅમદાવાદ : મેટ્રોના માંડવા
Next articleબંધના એલાનના પગલે દાઠાના ગામો બંધ