રાણપુરના અણીયારી પ્રા. શાળાના બાળકો ઉની ખાદી કેન્દ્રની મુલાકાતે

760

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના અણીયારી(કાઠી) પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રાણપુરમાં આવેલી ભારત ની પ્રખ્યાત એક માત્ર ઉની ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળની મુલાકાત કરી હતી મોટી સંખ્યામાં આવેલા વિદ્યાર્થીઓએ ખાદી સંસ્થાના બહેનો દ્વારા વિજળી વગર હાથ વણાટ થી વિવિધ વસ્ત્રો ઉની વણાટ, ઉની ગુથણ, ઉની સ્ટીચીંગ, ઉની ડાઈંગ જેવા ઉની વસ્ત્રોની વિવિધ ઉત્પાદનની પ્રકીયાની જાણકારી મેળવી હતી આ પ્રસંગે ખાદી સંસ્થાના સ્ટાફ,આચાર્ય મોરી, શિક્ષકોએ સાથે મળી બાળકોને ૧૫૦મી ગાંધી જયંતી અગે વિવિધ પ્રવૃતીઓનુ નિદર્શન કરવામાં આવ્યુ હતુ જ્યારે સંસ્થાના ચેરમેન ગોવિંદસિંહ ડાભીએ વિદ્યાર્થીઓને પુજ્ય સંતબાલજી દ્વારા સ્થાપીત ઉની ખાદી સંસ્થાની કામગીરી અંગે માહીતગાર કર્યા હતા અણીયાળી (કાઠી) પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળની મુલાકાત લઈ આ ઉની ખાદી સંસ્થાની કામગીરી જોઈને ખુબજ ખુશ થયા હતા અને વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ કે દરેક લોકોએ ફરજીયાત ખાદીની ખરીદી કરવી જ્યારે ઉની ખાદી સંસ્થા તરફથી તમામ વિદ્યાર્થીઓને બિસ્કીટના પેકેટનુ વિતરણ કરવામાં આવ્યુ હતું.

Previous articleબેલુર વિદ્યાલય ગૃપ દ્વારા NSS વન-ડે કેમ્પનું આયોજન
Next articleરેફડા ગામે ટીબી જનજાગૃતિ કાર્યક્રમ