સૌરાષ્ટ્રના મહુવા શહેર નજીકના તલગાજરડા ગામ ખાતે આજે ગુજરાત રાજયના પ્રાથમિક શિક્ષણક્ષેત્રે કામ કરી રહેલા પ્રાથમિક શિક્ષકોમાંથી ૧૧ પ્રતિભાવંત પ્રા.શિક્ષક બહેનો-ભાઈઓને પૂજય મરોરિબાપુ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકુટ પારિતોષિક વડે નવાજવામાં આવ્યા હતાં.
શાલ, પ્રશસ્તિપત્ર, સુત્રમાલા અને પચિશહજાર રૂપિયાની રાશિ વડે આજે તલગાજરડાની પ્રા.શાળામાં મહુવા તાલુકાના શૈક્ષણિક અધિવેશન વેળાએ પૂ. મોરારશિબાપુએ અશોકભાઈ ક. પટેલ, રમેશકુમાર દે. પંડયા, નિલેશકુમાર ર. સોલંકી, સતીષકુમાર પુ. પ્રજાપત, દપાબેન સ. સોજીાત્રા, પ્રતાપસિંહ મો. રાઠોડ, ડો. ધ્રુવગિરિ ગોસ્વામી, જગતસિંહ ર. યાદવ, વિજયસિંહ રા. ગોલેતર, નિકેતાબેન શ. વ્યાસને સને ર૦૧૮ના એવોર્ડથી સન્માનિત કર્યા હતાં. આ વેળાએ મહુવા તાલુકાના વય નિવ્ત્ત થતા ૧૦ જેટલા પ્રા.શિક્ષકોને પણ વિદાય સન્માન આપવામાં આવ્યું હતું.
એવોર્ડ અર્પણ કરતા પૂ. મોરારિબાપુએ આજના દિવસેને મંગલ ઉત્સવ ગણાવ્યો હતો. મહિમાવંત પાંચ વસ્તુઓ- તત્વોની વાત કરતા બાપુએ પ્રા.શિક્ષકો માટે પંચ તત્વો કયાં છે ? તેની સમજ સાથે કહ્યું છે કે, આ પાંચ તત્વો પર આપણે વિચાર કરીએ તો આપણે આપણા વિદ્યાક્ષેત્રને વધુ પ્રકાશિત કરી શકીએ. પ્રાથમિક શિક્ષકો માટે પાંચ તત્વો વર્ણવતા બાપુએ સેવા, સ્વાશ્રયી, સાદગી, સ્વ્ભિમાન અને સ્મરણશીલનો મહિમા કરતા ઉમેર્યુ હતું કે, આ ધંધો નથી, ઉત્તમ સેવા છે. સેવાએ અમુલ્ય હોય છે, આપણું કાર્યએ સેવા છે.
રાજયના બે લાખ કરતા વધારે પ્રાથમિક શિક્ષકો માટે ગૌરવવંતા આ સમારંભમાં ઉપસ્થિત પૂ. સીતારામ બાપુએ સંબોધનમાં જણાવ્યું હતું કે, કેળવણીએ સર્વ કળાઓની કલગી છે. કેળવણીની મેળવણી શિક્ષક જ કરી શકે! શીક્ષણએ વાવેતરની પ્રક્રિયા છે. માવનતાના વિચારોનું બીજ શિક્ષકો વાવે છે. શાસ્ત્રોકત પંચામૃતની સદ્રષ્ટાંત વાત કરીને તેઓએ વિદ્યાર્થી, શિક્ષક, વાલી, આચાર્ય અને પ્રબંધક પાંચ તત્વોની સમજ આપી હતી. આ વેળાએ રાજય પ્રા. શિક્ષકના પ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજાએ ગુજરાત પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર કાર્યરત શિક્ષકોમાંથી ચિત્રકુટ એવોર્ડ માટે શ્રેષ્ઠ શિક્ષક પસંદગીના કપરા કામ અંગે અને શિક્ષક પસંદગીના પારદર્શક માળખા અંગે વાત કરી હતી. તેમણે ઉમેર્ય્ કે દર વર્ષે અમને આ કઠિત કાર્ય કરવાની શક્તિ અહીંથી બાપુના આશિર્વાદ સાથે મળે છે. આ પ્રસંગમાં રાજય સંઘના પુર્વ પ્રમુખ દિલિપસિંહ ગોહિલ, ભાવનગર જિલ્લા પ્રા.શિક્ષક સંઘના મહામંત્રી ગજેન્દ્રસિંહ વાળા, રાજય સંઘના મહામંત્રી સતિષભાઈ પટેલે પણ પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ પંડયા બગદાણાએ સંભાળ્યું હતું. સ્વાગત પ્રવચન ગણપતભાઈ પરમારે અને આભારવિધિ મનુભાઈ શિયાળે કરી હતી.
આવતા વર્ષથી દરેક જિલ્લા દીઠ ચિત્રકુટ એવોર્ડ અપાશે
તલગાજરડા ખાતે રાજયના શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકુટ એવોર્ડ અર્પણ કરી રહેલા પૂ. મોરારિબાપુએ જણાવ્યું હતું કે, હવેથી ગુજરાતના ૩૩ જિલ્લા મુજબ દરેક જિલ્લામાંથી એક શ્રેષ્ઠ શિક્ષક પસંદ કરીને દર વર્ષે ૩૩ શિક્ષકોની ચિત્રકુટ પારિતોષિકથી વંદના કરવામાં આવશે. આમ હવેથી પ્રતિવર્ષ દરેકે દરેક જિલ્લાનો આ લાભ મળશે.