મદદનીશ નિયામક રોજગાર કચેરી ભાવનગર દ્વારા આજે ભાવનગર જિલ્લાનો એપ્રેન્ટીસ ભરતી મેળાનું ઓપનએર થિયેટર મોતીબાગ ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યુ હ તું. જેમાં ૧૦ પાસથી ગ્રેજ્યુએટ સહિતનાં ૧૧૫૧ ઉમેદવારોએ બ્રાન્ચ મેનેજર, આસી. બ્રાંચ મેનેજર, ટેલીકોલર એડવાઈઝર, ટર્નર ફોલ્ટ, સ્ટોર મેનેજર માર્કેટીંગ, ઓપરેટર હેલ્પેર, સેલ્લ એકઝીક્યુટીવ સહિતની જગ્યા માટે ભાગ લીધો હતો જેમાં ૨૫ જેટલા નોકરીદાતાઓએ ઉપસ્થિત રહીને લાયકાત મુજબનાં ઉમેદવારોની નોકરી માટે પસંદગી કરી હતી. આ મેળામાં મદદનીશ રોજગાર નિયામક સહિત અધિકારીઓ, નોકરીદાતા સહિત ઉપસ્થિત રહ્યા હતા.