કોંગ્રેસ દ્વારા ગરીબોની જીવાદોરી સમાન વી એસ હોસ્પિટલના કહેવાતા ખાનગીકરણ માટે છેલ્લા કેટલાક દિવસોથી ધરણા અને સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યાં છે.કોંગ્રેસ દ્વારા આજે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.આ વિરોધમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનોએ કાફ્રા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યા હતાં.