પાલિતાણા ન.પા. વોર્ડ નં.૩ની પેટા ચૂંટણી અંતિમ દિન ૭ ફોર્મ ભરાયા

1686

પાલિતાણા નગરપાલિકાના વોર્ડ નં.૩ની આગામી તા. ર૭ના રોજ યોજાનાર પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે કોંગ્રેસ, ભાજપ, જીજેપી, અપક્ષો સહિત સાત ફોર્મ ભરાયા હતાં.

પાલિતાણા નગરપાલિકાના વોર્ડ નં. ૩માં કોંગ્રેસના નગરસેવક ફિરોજભાઈ રસુલભાઈ રાઠોડને ર૦૦પ પછી ત્રણ બાળક હોવાથી સીપીઆઈ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરેલ હોય જેથી ફિરોજભાઈને ચૂંટણી પંચ દ્વારા બરતરફ કરતા હાલ વોડ નં. ૩માં તા. ર૭-૧ને રવિવારે મતદાન યોજવાનું છે. ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મહેબુબભાઈ કુરેશીએ ફોર્મ ભર્યુ હતું. તેમજ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે અનવર મહમદભાઈ કાઝી અને ડમી ઉમેદવાર તરીકે દિલાવરભાઈ ઉસ્માનભાઈ કાઝીએ ફોર્મ ભર્યુ હતું.  જયારે જન ચેતના પાર્ટીના ઉમેદવાર તરીકે ચેતનભાઈ મનસુખભાઈ ડાભીએ ફોર્મ ભર્યુ હતું. તેમજ અપક્ષ ઉમેદવાર આરિફભાઈ હબીબભાઈ લાખાણી અબ્દુલભાઈ ભિખુભાઈ બેલીમએ ફોર્મ ભર્યુ હતું. આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ કુલ ૧૦ ફોર્મ ભરાયા હતાં. ફોર્મ ચકાસણી તા. ૧પ-૧-ર૦૧૯ના રોજ થશે તેમજ ફોર્મ પરત ખેચવાની તા. ૧૬-૧ના રોજ છે. મતદાન તારીખ ર૭-૧ના રોજ તેમજ મત ગણતરી તા. ર૯-૧-ર૦૧૯ના રોજ થશે. ઉમેદવારી પત્રો ભરવા સમયે રાજકીય પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleસિનિયર નેશનલ બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ મેન્સમાં પંજાબ, વુમન્સમાં રેલ્વે ચેમ્પિયન
Next articleવિવેકાનંદના જીવન પરનું પોસ્ટર પ્રદર્શન