અભિનેતા જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ રોમિયો અકબર વોલ્ટર (રો)ની રિલીઝ ડેટ ફાઈનલ થઈ ગઈ છે. ફિલ્મ ૧૨ એપ્રિલે રિલીઝ થશે. ફિલ્મમાં સિકંદર ખેર પણ જ્હોન અબ્રાહમની સાથે છે. જ્હોને ટ્વીટ કરી ફિલ્મની રિલીઝ ડેટ પરથી પડદો ઉચકાવ્યો હતો. અને જણાવ્યું હતું કે ફિલ્મ ૧૨ એપ્રિલ ૨૦૧૯માં રિલીઝ થશે. આ સિવાય ફિલ્મની વાયકોમ કંપની પણ પ્રોડ્યુસ કરી રહી છે જેથી તેણે પણ ફિલ્મની રિલીઝ ડેટનું ઓફિશ્યલ એનાઉન્સમેન્ટ કરી દીધું છે. ફિલ્મ સ્પાઈ થ્રીલર છે. જાસૂસી ઘટનાઓ પર આધારિત છે. આ ફિલ્મમાં ગોલ્ડથી બોલિવુડમાં પોતાનું ડેબ્યુ કરનાર મૌની રોય પણ જોવા મળશે.